31 ડિસેમ્બરને લઈને કેવડિયા એકતાનગરીમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં | Tourists flock to Kevadia Ektanagari on December 31

નર્મદા (રાજપીપળા)19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓ માટે કેવડિયા એકતાનગરી હોટ ફેવરિટ બન્યું છે. નાતાલની રજાથી લઇને 30 ડિસેમ્બર સુધીમાં 5 લાખ લોકો નોંધાયા છે. ત્યારે પ્રવાસીઓનો આટલો વધુ ધસારો પ્રથમવાર જોવા મળી રહ્યો છે. દિવાળી વેકેશનનો પણ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે, રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ કેવડિયા એકતાનગરીમાં હાલ નોંધાયા છે. પ્રવાસીઓની આવકને લઈને આ નવા વર્ષમાં રોજગારી વધુ મળતા સ્થાનિકો રોજગારોમાં ખુશી જોવા મળી હતી.

31 ઓક્ટોબર 2018માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેદ્ન્ર મોદીએ કર્યું હતું. ત્યારથી આ ચાર વર્ષમાં 1 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. દેશ અને દુનિયામાં વિશ્વ ફલક પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન થયું છે. ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં નાતાલ અને 31 ડિસેમ્બરના રોજ રાત્રિના જુના વર્ષને ગુડબાય કહેવા અને નવા વર્ષને વેલકમ કહેવા આ બે દિવસની રાત્રિના 50 હજારથી વધુ પ્રવાસીઓ રાત્રિ રોકાણ નર્મદા જિલ્લામાં કરી શકે છે. એટલે એકતા ક્રુઝ બોટ, ટેન્ટસિટીઓ અને હેટેલોમાં ડિનર પાર્ટીઓ, ગાલા ડિનર સંગીત, રમત ગિફ્ટ સહિત સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

31 ડિસેમ્બર ન્યુ યર પાર્ટીને લઈને નર્મદા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાથી ઠેર-ઠેર ચેકીંગ પોલીસ કરી રહી છે. ખાસ કરીને રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓ વિદેશી દારૂ સાથે લાવી જેનો કેવડિયામાં ઉપયોગ ના કરે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથે રસ્તામાં દારૂ પીને ફરતા બાઈકસવારોનું પણ ચેકીંગ કરવામાં આવશે. આ, જિલ્લામાં યોજાયેલ ડાન્સ ડિનર પાર્ટીઓના આયોજન પર પોલીસની વોચ રાખી ન્યુ યર પાર્ટીને લઈને પોલીસ એક્શનના મુડમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post