સુરતમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી

સુરત: પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને ખાતાધારકને ખોટી ઓળખાણ આપી તેના બેન્ક એકાઉન્ટમાંથી 6,16,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરીને ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેતરપિંડી કરનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પશ્ચિમ બંગાળથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીના બેન્ક એકાઉન્ટમાંથી 1,63,922 રૂપિયા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.

પૈસા કપાતા ફરિયાદીએ બેંકના કસ્ટમર કેરમાં ફોન કર્યો

સુરત શહેરમાં છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કેટલાક લોકો મોબાઇલ પર આવેલી લિંક પર ક્લિક કરીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવી જ ઘટના સુરતમાં પણ સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જ્યારે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા ત્યારે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી ફરિયાદીએ બેંકના કસ્ટમર કેરમાં ફોન કર્યા હતો.આ પણ વાંચો: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! પતંગ કાઢવા જતા ત્રીજા માળેથી પટકાયું બાળક

આરોપીએ ખોટી ઓળખાણ આપી લાખો રૂપિયા પડાવ્યા

ઉલ્લેખનીય છે કે, મામલે ફરિયાદીએ ઓનલાઇન પંજાબ નેશનલ બેંકનો હેલ્પલાઇન નંબર શોધ્યો હતો. ત્યારબાદ તેમાં ફોન કરતા સામેના વ્યક્તિએ પંજાબ નેશનલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાની વાત કરીને ફરિયાદીના એકાઉન્ટની વિગતો મેળવી તેમને એક લિંક મોકલી હતી. ફરિયાદીએ આ લીંક ઓપન કરતા તેમાં પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટની વિગતો ફરિયાદી દ્વારા ભરવામાં આવી હતી અને ત્યારબાદ આ વિગતો ભરતાની સાથે જ 6,16,000 રૂપિયા ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી કેનેરા બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં કેરી પકવતા ખેડૂતો થયા ચિંતિત, કેરીના પાકમાં આવ્યો ‘મધિયો’ નામનો રોગ

સુરતમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ

આ બાબતેની ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં રહેતા રાજુ મિશ્રા નામના ઇસમે આ છેતરપિંડી કરી છે. તેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસે પશ્ચિમ બંગાળમાંથી રાજુ ઉર્ફે લાલુ મિશ્રાની ધરપકડ કરી છે. આ સાથે આરોપીને સુરત લાવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીના બેન્ક એકાઉન્ટમાં રહેલી 1,63,922ની રકમ ફ્રીજ કરાવવામાં આવી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Fraud case, Online fraud, Surat Cyber Crime, ગુજરાત

Previous Post Next Post