Sunday, December 25, 2022

વણોદમાં ગાડીની સીટ ભરેલા સામાન સહિત રૂ. 31.87 લાખના મુદામાલ સાથેની આખી ટ્રકની ઉઠાંતરી કરનાર તસ્કરને પોલીસે દબોચી લીધો | Car seat in Vanod including packed luggage Rs. Police nabs trafficker who hijacked entire truck with goods worth Rs 31.87 lakh

સુરેન્દ્રનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના વણોદ ગામ પાસે મારૂતી કંપનીની ગાડીની સીટ ભરેલા સામાન સહિત રૂ. 31.87 લાખના મુદામાલ સાથેની આખી ટ્રક તસ્કર ઉઠાવી ગયો હતો. આ ચોરીના બનાવ અંગે નાગપુરના ટ્રક ચાલકે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી મુદામાલ રીકવર કર્યો હતો.

મૂળ નાગપુરના સોમદત્ત ટ્રાન્સપોર્ટ કંપની, વિઠ્ઠલાપુર (માંડલ)ના મેનેજર સંજીવભાઇ સજ્જનસિંહ ચૌધરીની ટ્રક જે પાટડી તાલુકાના વણોદ ગામે આવેલી સીરોકી કંપનીમાંથી કોઇ અજાણ્યો ઇસમ ટ્રક કિંમત રૂ. 10,00,000 તથા ટ્રકમાં ભરેલા મારૂતી કંપનીની ગાડીના સીટ બનાવવાના પાર્ટ સીટ ઇનર નંગ- 1450 તથા સીટ આઉટર નંગ- 1200 તથા સીટ રીક્લાઇનર નંગ- 960 તથા સીટ હેન્ડલર નંગ- 1200 એમ ચાર અલગ અલગ પાર્ટસ જેની કિંમત રૂ. 21,87,795 મળી કુલ રૂ. 31,87,795ના સામાન સહિતની આખી ટ્રક ઉપાડી ગયાની પોલીસ ફરીયાદ દસાડા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેથી પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફે વિવિધ ટીમો બનાવી હાઇવે પરના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી અગાઉ ચોરીમાં પકડાયેલા ઇસમોની પુછપરછ કરવામાં આવતા નાવિયાણી ગામના નરેશ ભાઇલાલભાઇ વણોદીયા (વાણંદ) કે જેની વિરુદ્ધ અગાઉ શંખેશ્વર અને હારીજ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયેલો છે. તસ્કરને ઝબ્બે કરી આગવી ઢબે પુછપરછ કરતા ભાંગી પડેલા આરોપીએ ચોરીનો ગુનો કબુલ કરતા ચોરીનો મુદામાલ સહિત ટ્રક પણ ઝબ્બે કરી વધુ તપાસ હાથ ધરી છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, હમીરભાઇ સોલંકી, મનીષભાઇ, નિલેશભાઇ, વિજયસિંહ, ઇશ્વરભાઇ અને નસરૂદિન સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

અન્ય સમાચારો પણ છે…