પોરબંદર પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઇવ યોજાઇ, જિલ્લામાં 32 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા | Prohibition drive conducted by Porbandar police, as many as 32 cases were registered in the district

પોરબંદર2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નાતાલના તહેવાર તેમજ 31 ડીસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીને લઈ ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતાઓ રહેતી હોય છે. જે લક્ષમાં લઇ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી 25/12 થી 05/01/2023 સુધી પ્રોહિબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના અને માર્ગદશર્ન હેઠળ પોરબંદર જિલ્લાના શક્ય તેટલા મહત્તમ પોલીસ સ્ટાફને આ ડ્રાઇવમાં ફાળવણી કરી તમામ લીસ્ટેડ બુટલેગરોને ચેક કરી તેમજ ભુતકાળમાં આવી પ્રોહીની ગેરકાદેસર પ્રવૃતિ ચાલતી હતી. ત્યાં તેમજ ચાલું હોવાની સંભાવના હોય તેવા સ્થળોએ તેમજ દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ, સંગ્રહ, ઉત્પાદનના સ્થળોએ રેઇડો કરવાની કાર્યવાહી કરી સફળ રેઇડો કરવા માટે વ્યુહાત્મક આયોજન કરવામાં આવેલું હતુ.

જેના ભાગરૂપે તા.29 /12/2022 ના રોજ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહી કબ્જાના 18 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં દેશી દારૂ 85 લીટર કિંમત રૂપિયા 1700 નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલો છે. સાથે જ પ્રોહિબીશનના પીધેલા 13 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post