Ashish Parmar, Junagadh: સોયાબીનની આવક માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ નોંધાઈ હતી. 1881 ક્વિન્ટલ સોયાબીન આવક નોંધાઈ હતી અને ઊંચો ભાવ 1101 નોંધાયો હતો. જયારે કપાસની સૌથી ઓછી આવક એટલે કે ફક્ત 53 ક્વિન્ટલ નોંધાઈ હતી અને તેનો ઊંચો ભાવ 1632 રહ્યો હતો. દરેક પાક કરતાં સૌથી વધુ ભાવ ખેડૂતોને જીરુમાં મળ્યો છે. જેમાં 505 ક્વિન્ટલ જીરુંની આવક સામે 1705 ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે.
જાણો કયા પાકના કેટલા રહ્યા ભાવ
આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંમાં લોકવન ઘઉંના 145 ક્વિન્ટલની આવક સામે ઉંચો ભાવ 561 રૂપિયા રહ્યો હતો. કપાસની 53 ક્વિન્ટલ આવક સામે ઉંચો ભાવ 1,632 રૂપિયા નોંધાયો હતો. ચણાની 150 ક્વિન્ટલની આવક સામે ઊંચો ભાવ 918 રૂપિયા નોંધાયો હતો.
જાડી મગફળીની કુલ આવક 730 ક્વિન્ટલ નોંધાઈ હતી . તેનો ઊંચો ભાવ 1374 રૂપિયા નોંધાયો હતો. ઝીણી મગફળીની આવક 230 ક્વિન્ટલની સામે તેનો ઊંચો ભાવ 1278 રૂપિયા નોંધાયો હતો. ધાણાની 505 ક્વિન્ટલની આવક સામે ઊંચો ભાવ 1705 રહ્યો હતો.