લાખો રૂપિયાની છેતરપિંડી કરી
વૃદ્ધા સાથે સોશિયલ મીડિયામાં ઇમોશનલ વાતો કરીને આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇઝિરિયન ગેંગના બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે દિલ્હીથી આ બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે, આ ગેંગમાં હજુ પણ અન્ય આરોપીઓ હોવાની આશંકા છે.આ પણ વાંચોઃ 300 કરોડનું ડ્રગ્સ-હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ
પાર્સલના નામે મોટી રકમ પડાવી
પકડાયેલા બંને આરોપીઓએ વાસણા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ ફરિયાદીએ સ્વીકાર્યા બાદ આરોપીએ મિત્રતા કેળવીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેમની પાસેથી આર્થિક મદદના બહાને પૈસા આપવાનું કહીને ફરિયાદી પાસેથી પૈસા મેળવી બાદમાં આ પૈસાના બદલામાં વિદેશી ચલણી નાણાં અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલી ગિફ્ટ પાર્સલ મોકલ્યું હતું. ગિફ્ટ પાર્સલ કસ્ટમ ઓફિસે આવી ગયું છે. તેવું કહીને કસ્ટમ ઓફિસમાંથી બોલતા હોવાનું કહી જુદા-જુદા નંબરથી ફોન અને મેસેજ કરીને ગિફ્ટ પાર્સલ મેળવવાની ફીના નામે 33.92 લાખ જેટલી રકમ પડાવી દીધી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરતા દિલ્હીમાં રહેતા બંને આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક
આરોપીઓએ ઇમોશનલ વાત કરીને લાખો ખંખેર્યા
તપાસ કરતા સામે આવ્યુ છે કે, આરોપી શખ્સે પોતે સ્કોટલેન્ડમાં ૨હેતો હોવાની તેમજ તેને જુદા જુદા ત્રણથી ચાર મોટા મોટા બિઝનેસ છે તેવી વાતચીત કરી વૃદ્ધાને ફસાવી હતી. આરોપીએ ઇમોશનલ વાતો કરીને ફરિયાદી વૃદ્ધા પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા, પરંતુ બાદમાં વૃદ્ધાને શંકા જતા પૈસા પરત માંગ્યા તો આરોપીઓએ વધુ એક ચાલ ચાલી હતી. જેમાં ગિફ્ટ મોકલવાનું કહીને કસ્ટમ વિભાગના નામે ચાર્જ ભરવાનું કહી ફરીથી પૈસા ખંખેર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
ઓગસ્ટ 2022માં ભારત આવ્યા હતા
પકડાયેલા બંને આરોપીઓએ ઓગસ્ટ 2022માં બિઝનેસ વીઝા અને મેડિકલ વિઝા પર ભારત આવ્યા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. હાલમાં પોલીસએ આ બંને આરોપીઓની ધરપકડ કરીને આ ગેંગમાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police, Fraud News