Header Ads

સાબરકાંઠા જિ.પં.ની સામાન્ય સભામાં નિર્ણય, 36 આંગણવાડીઓને 72 લાખના ખર્ચે સ્માર્ટ બનાવાશે | Decision in the General Assembly of Sabarkantha District, 36 Anganwadis will be made smart at a cost of 72 lakhs

હિંમતનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઈડર તાલુકામાં પ્રાથમિક શાળાઓની મંજૂરી 125 પૈકી 82 ઓરડાના વર્કઓર્ડર આપી દેવાયાં
  • ઇડર તાલુકાના પીવાના પાણીની પાઇપલાઇનો, બોરની મોટરો, સફાઈ માટેના વાહનો, ગટર લાઈન સોલાર રૂફ ટોપ જેવા 29 વિકાસ કામો માટે 15મા નાણા પંચમાંથી 1કરોડ મંજૂર કરાયાં

ગુરુવારે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં મળેલ વર્ષની છેલ્લી સામાન્ય સભામાં વિકાસ કામોને બહાલી અપાઈ હતી અને 36 સ્માર્ટ આંગણવાડી બનાવવા રૂ.72 લાખની બજેટમાં ફાળવણી કરાઈ હોવાની તથા ઈડર તાલુકામાં પ્રાથમિક શાળાના મંજૂર થયેલ 125 પૈકી 82 ઓરડાના વર્ક ઓર્ડર આપી દેવાયાનું બેઠકમાં હાજર સદસ્યોને જણાવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા. 29-12-22 ના રોજ બપોરે એક કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ વર્ષની છેલ્લી સામાન્ય સભામાં તા.27-09-22 ના રોજ યોજાયેલ સામાન્ય સભાની કાર્યવાહી અને ઠરાવોની બહાલી અપાઈ હતી.

ત્યારબાદ પ્રશ્નોત્તરી કાળમાં નિરૂબેન એસ. પંડ્યાએ પૂછેલ પ્રશ્નોના જવાબમાં માહિતી આપવામાં આવી હતી કે 15 મા નાણાંપંચમાં વર્ષ 2020-21 માટે હિંમતનગર તાલુકાની 8, પ્રાંતિજ તાલુકાની 4, તલોદ તાલુકાની 4, ઈડર તાલુકાની 7, વડાલી તાલુકાની 2 ખેડબ્રહ્મા તાલુકાની 4 પોશીના તાલુકાની 4 અને વિજયનગર તાલુકાની 3 મળી કુલ 36 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે આંગણવાડી દીઠ 2,00,000 લેખે કુલ 36 લાખની રકમ ફાળવવામાં આવી હતી.

તદુપરાંત ઇડર તાલુકાના પીવાના પાણીની પાઇપલાઇનો બોરની મોટરો સફાઈ માટેના વાહનો ગટર લાઈન સોલાર રૂફ ટોપ જેવા 29 વિકાસ કામો માટે 15મા નાણાંપંચમાંથી 1 કરોડ મંજૂર કરાયા હોવાનું જણાવાયું હતું. જ્યારે ઈડર તાલુકામાં પ્રાથમિક શાળાના મંજૂર થયેલ 125 પૈકી 82 ઓરડાના વર્ક ઓર્ડર આપી દેવાયાની માહિતી આપવામાં આવી હતી.

જેમાં માત્ર 21 ઓરડાનું કામ શરૂ થઈ શક્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લા પંચાયત હસ્તકની મિલકતો રિ-ડેવલપ કરવાનું આયોજન થઈ રહ્યું છે અને શહેરી વિસ્તારમાં આવેલ મિલકતોનો વાણિજ્યિક ઉપયોગ માટે વિકસિત કરવાની સંભાવનાઓ ચકાસી તે દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.