વર્ષ 2023-24નું બજેટ આગામી 5 વર્ષના વિકાસનો રોડ મેપ હશે | The budget for the year 2023-24 will be the road map of development for the next 5 years
ગાંધીનગર10 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગત વર્ષ કરતાં બજેટના કદમાં 15 ટકા જેટલો વધારો થશે
- રાજયના વિવિધ વિભાગો સાથે નાણાં વિભાગે બેઠક આરંભી
રાજય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સત્તાવાર સુત્રોના કહ્યા પ્રમાણે ગુજરાત સરકાર વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહ્યું છે. જે પ્રમાણે બજેટ આગામી 5 વર્ષના વિકાસનો રોડ મેપ હશે. ઉપરાંત બજેટની કુલ રકમમાં 15 ટકા જેટલો વધારો કરાશે.બજેટમાં સૌથી વધારે ફોક્સ રોજગારી,કૃષિ અને પીવા અને સિચાઇનું પાણી પહોંચાડવા પર રહેશે.
નવનિયુકત ગુજરાત સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી તેમની પાસે કોઇ પ્રમુખ કામગીરી હોય તો બજેટ રજૂ કરવાની છે. આ બજેટમાં કેવા પ્રકારનો વિકાસ કરવા સરકાર ઇચ્છે છે તેનું પ્રતિબિંબ હશે. સુત્રોના કહ્યા પ્રમાણે બજેટનું કદ ગત નાણાંકીય વર્ષ 2022-23ની સરખામણીમાં 15 ટકા જેટલુ વધારાશે.નાણાંકીય વર્ષ 2022-23માં બજેટ રૂ. 1,18,408 કરોડનું હતું,જેમાં 15 ટકા જેટલો વધારો થાય તેવી શકયતા છે. વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર હાથ ધરી દેવામાં આવ્યો છે.મંત્રીઓએ પણ તેમના વિભાગના ટોચના અધિકારીઓને બજેટની તૈયારીની સૂચના આપી દીધી છે.
અધિકારીઓની નવી યોજનાઓ કયાં પ્રકારની હોવી જોઇએ તે બાબતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની પણ સૂચના અપાઇ છે. બજેટમાં નવી યોજનાઓ આવશે,જુની યોજનામાં કોઇ સુધારો કરવા જેવો હોય તો તેમાં સુધારો કરવામાં આવશે. જુની યોજનાઓનું કદ વધારવાનું હોય તો તેમાં પણ વધારો કરવાની શા માટે જરૂર છે તેના કારણો સાથે અધિકારીઓને તૈયારી કરવાની સૂચના આપી દીધી છે.નાણા મંત્રાલય દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠક હાથ ધરી દેવામાં આવી છે. એક પછી એક વિભાગ સાથે નાણા મંત્રીની અધ્યક્ષતામાં બેઠકો મળી રહીં છે.
Post a Comment