Friday, December 16, 2022

મહેસાણા જિલ્લામાં 38 કેન્દ્રો પર મુખ્ય અધિકારી નગરપાલિકા વર્ગ-3ની ભરતી માટે પ્રિલીમીનરી પરીક્ષા યોજાશે | Preliminary examination for the recruitment of Chief Officer Municipal Class-III will be held at 38 centers in Mehsana district.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Preliminary Examination For The Recruitment Of Chief Officer Municipal Class III Will Be Held At 38 Centers In Mehsana District.

મહેસાણા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 18 ડિસેમ્બરના રોજ મુખ્ય અધિકારી નગરપાલિકા વર્ગ 3 ની જગ્યાની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા મહેસાણા જિલ્લામાં 38 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ યોજાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

પરીક્ષા સ્થળની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ દાખલ થવુ નહિ,પરીક્ષા કેન્દ્રના સ્થળે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીંગ મશીન દ્વારા કોપી ન થાય તે માટે પ્રતિબંધિત ફરમાવેલ છે.

આ ઉપરાંત વિધાર્થી,વિધાર્થીનીઓ,શિક્ષકો,સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ જેવી મોબાઇલ ફોન પેજર,કેલ્ક્યુલેટર વિગેરે પુસ્તક,કાપલી ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્થળામાં લઇ જવા નહિ કે તેનું વહન કરવા મદદગારી કરવી નહિ,તેમજ તેવી કોઇપણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશ ન કરવા સૂચના અપાઈ છે. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન અધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવુ નહિ,પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને મદદગારી કરીને અથવા ભય પહોંચે તેવુ કૃત્યકરવુ નહીં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: