ખેરાલુ - સતલાસણાના 457 ખેડૂતો આબુ - અંબાજી રેલવે લાઈન મામલે સરકાર સામે
આબુ – અંબાજી રેલવે લાઈન બનાવવા માટે અનેક ખેતરોની જમીનો કપાઈ શકે છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. આ જમીન સંપાદન મુદ્દાને લઈને ખેડૂતો હાલ ઉગ્ર જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, મહેસાણાના ખેરાલુ – સતલાસણાના 14 ગામના 457 ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે અસહમતી દર્શાવી છે.
આ પણ વાંચો: ગીરનાં ખેડૂતોને ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓનો આતંકને કારણે આખી રાત કરવા પડે છે ઉજાગરા
ખેરાલુ પ્રાંત કચેરી ખાતે સંપાદન માટે કરવામાં આવેલી સુનાવણીમાં ખેડૂતોએ અસહમતી દર્શાવી હતી. જણાવી દઈએ કે, આ સુનાવણી 90 હેકટર જમીન સંપાદન માટે હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતોએ નવા સર્વે થયેલા ટ્રેકને બદલે જૂના ટ્રેક ઉપયોગ કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા જૂલાઈ મહિનામાં રૂપિયા 2798.16 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇન (Taranga Hill-Ambaji-Abu Road New Rail Line)ના નિર્માણને મંજૂરી આપી હતી. આ રેલ લાઇનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Farmers Agitation, Farmers Protest, Indian railways, Mahesana
Post a Comment