ઉપલેટામાં લાઠ ગામના ખેડૂતને જમીનમાં કુવા ખોદવાની મંજુરી ન મળતા કંટાળ્યા, પોલીસે અટકાયત કરી | A farmer of Lath village in Upleta, fed up with not getting permission to dig a well in the ground, was detained by the police.
- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- A Farmer Of Lath Village In Upleta, Fed Up With Not Getting Permission To Dig A Well In The Ground, Was Detained By The Police.
રાજકોટ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોલીસે તેની અટકાયત કરી
રાજકોટ જિલ્લાના ઉપલેટાના તાલુકાના લાઠ ગામના ખેડૂતે પોતાની જમીનમાં કૂવો ખોદવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી પરંતુ તેમની અરજીનું કોઈ નિરાકરણ ન આવતા આજે તેમણે કંટાળીને મામલતદાર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. એ સમયે કચેરી સ્ટાફે તેમને અટકાવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તેની અટકાયત કરી હતી.
કચેરીના ધક્કાથી કંટાળી આત્મવિલોપનો પ્રયાસ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિપુલભાઈ કાળાભાઈ મરંઢ નામના ખેડૂતે ઉપલેટાની મામલતદાર કચેરીમાં પોતાની જમીનમાં કૂવો ખોદવા માટે અરજી કરી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ફૂટબોલની જેમ આમથી તેમ મોકલવામાં આવતા હતા. કચેરીના કર્મીઓ દ્વારા ખો આપીને તેમને હેરાન કરવામાં આવતા હતા. જેથી વિપુલભાઈએ સરકારી કચેરીના ધક્કાથી કંટાળી ખેડૂત પહોંચ્યા આત્મવિલોપન કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.
માંગણીઓ પૂર્ણ થશે કે નહીં
જેને પગલે પોલીસ અને કચેરી સ્ટાફ દોડી આવ્યો અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. હાલ સ્થાનિક પોલીસ કર્મીઓ તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયેલ હોવાનું સામે આવ્યું અને વિપુલભાઈ સામે 151 મુજબનો ગુનો દાખલ કરવામાં આવશે તેવું પણ પોલીસે દ્વારા જણાવવામાં આવ્યું છેહવે જોવાનું એ રહ્યું કે તંત્ર અરજદારની સમસ્યા અને તેમની માંગણીઓ પૂર્ણ કરશે કે કેમ તે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે
Post a Comment