Sunday, December 18, 2022

બેંક ઓફ બરોડાના પટાવાળાએ લોકરમાંથી 47.80 લાખ ચોરી કર્યા, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો | Bank of Baroda borrower steals 47.80 lakhs from locker, police nabs accused

અમદાવાદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદની બેન્ક ઓફ બરોડામાં કસ્ટમરના લોકરમાંથી બેંકના હંગામી પટાવાળાએ હાથફેરો કર્યો છે. કસ્ટમર અને બેંકના અન્ય કર્મચારીઓની જાણ બહાર અલગ અલગ લોકરમાંથી 47.80 લાખના દાગીનાની ચોરી કરી છે. જોકે પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

બેન્ક ઓફ બરોડાના એલિસબ્રિજ શાખાના ચીફ મેનેજર મનોજકુમાર પ્રસાદે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે બેંકના ટેમ્પરરી ડેઈલીબેઝ પટાવાળા તરીકે નોકરી કરતા ચિરાગ દંતાણિયાએ બેન્ક હસ્તકના લોકર નંબર 905 અને 881માંથી સોનાના 1,124 ગ્રામ દાગીના,1998 ગ્રામ ચાંદીના દાગીના અને 18,000 રોકડ સહિતની મતાની બેંકના કર્મચારી કે કસ્ટમરની જાણ બહાર ચોરી કરી દીધી હતી. જે અંગે બેંકને જાણ થતાં બેન્ક મેનેજર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

કુલ 47,80,020 રૂપિયાના દાગીના ચોરીની એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલિસબ્રિજ પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને શાહપુરમાં બુખાડાની પોળમાં રહેતા ચિરાગ દંતાણિયાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું હતું તથા આરોપી ચોરીનો માલ કોને આપવાનો હતો તે તમામ મામલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…