Monday, December 26, 2022

વ્યારાના ગ્રુપ દ્વારા દર મહિને ઓછામાં ઓછું 51 યુનિટ રક્તદાન કરવાની નેમ | Name of donating at least 51 units of blood per month by Vyara Group

વ્યારા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં સંકટ સમયે પડતી લોહીની અછત દુર કરવા વ્યારાના યુવકોએ કમર કસી

માનવ જીવનમાં રક્તદાનનું મહત્વ ખૂબ જ વધારે છે કેમકે રક્તજ એવી અનમોલ વસ્તુ છે જે માનવ શરીર સિવાય ક્યાંય મળતી નથી તાપી જિલ્લા બહોતોલ આદિવાસી વિસ્તાર હોય આ વિસ્તારમાં રક્તદાન વિશે જાગૃતિના અભાવના કારણે આ વિસ્તારમાં રક્તદાન ઓછા થાય છે.

જેને લઈને તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે વિવિધ સેવાકીય કામો સાથે સંકળાયેલા લાયન હાર્ટ ગ્રુપ દ્વારા એક નવી શરૂઆત કરી હતી.જેમાં આજથી દર મહિને વ્યારા ના એક ગામમાં રક્તદાન કેમ્પ કરશે.જ્યાં ઓછામાં ઓછા 50 બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવશે.

જેને લઈને તાપી જિલ્લા અને વ્યારા માં આવનાર સમયમાં રક્તની જરૂરિયાત એકદમ ઓછી થઈ જશે. જેની શરૂઆત આજથી કરાઇ હતી. ભાનાવાડી ગામે લાયન હાર્ટ ગ્રુપ અને સ્થાનિકો દ્વારા એકત્ર થઈ પ્રથમ રક્તદાન કેમ્પ ની શરૂઆત કરાઈ હતી જેમાં 51 બોટલ રક્ત એકત્ર કરી કાર્યને શુભારંભ કરાયો હતો.

વ્યારા તાલુકાના ભાણાવાડી ગામે રક્તદાન કેમ્પ યોજી સમાજ ઉપયોગી અભિયાનનો શુભારંભ કરી દેવાયો
વ્યારા નગરના લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવભાઈ જણાવ્યું હતું કે અવારનવાર રક્તની જરૂરિયાત સમયે પરિસ્થિતિ કેવી ઊભી થાય છે એ અમને ખબર છે. જેને લઈને અમે રક્તદાન બાબતે જાગૃતિ લાવવા નક્કી કર્યું છે. આજની સુધીમાં મેં પણ 25 થી વધુ વખત રક્તદાન કર્યું છે. આ વિસ્તારમાં વધુમાં વધુ રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કરીશું.

555 યુનિટ રક્તદાનનો રેકોર્ડ પણ ગ્રુપના નામે
ગ્રુપ દ્વારા જરૂરિયાતના સમયે અવારનવાર બ્લડ બેંકો માટે રક્ત બાબતે ફોન આવે એટલે તરત જ મોટા કેમ્પો કરવામાં આવે છે ઘટ કોરોના પહેલા લાયન હાર્ટ ગ્રુપ દ્વારા એક જ દિવસમાં 555 બોટલ નો એક કેમ્પ રચી તાપી માં રેકોર્ડ કર્યો છે.એ સિવાય એક દિવસમાં 350 થી વધુ રક્તદાન ના પાંચ જેટલા કેમ્પ સફળ રીતે પૂરા કરી મદદ કરી છે. હાલ નાના નાના કેમ્પો કરી દર મહિને રક્તની જરૂરિયાતને પૂરી કરવાનું કામ કરવાને લઈને આ વિસ્તારમાં એક રાહત ઊભી થશે.

લાયન હાર્ટ ગ્રુપમાં 2000 થી વધુ સભ્યો
લાયન હાર્ટ ગ્રુપમાં વ્યારા નગરમાં જ 2000 થી વધુ સભ્યો જોડાયેલા છે. ગ્રામ્ય વિસ્તાર માં સભ્યો બન્યા છે.જેથી જે પણ જગ્યાએ કેમ્પ થશે ત્યાં 50થી ઓછી બોટલ મળશે તો તરત જ બાકીની જરૂરિયાત ગ્રુપના સભ્યો પૂરી કરી દેશે અને મિનિમમ 51 બોટલ રક્ત એકત્ર કરશે. જેથી આદિવાસી વિસ્તારમાં સંકટ સમયે પડતી લોહીની તંગીનો ઉકેલ આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: