Header Ads

મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ટ્રક ચાલકે રૂપિયા 5.16 લાખની છેતરપિંડી આચરી; પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી | Truck driver defrauded transport businessman of Rs 5.16 lakh in Morbi; Police registered a case and took action

મોરબીએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી તાલુકામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ટ્રક ચાલકે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ટ્રક ચાલકે કોલસા ભરેલ ટ્રક લઈને તેની મૂળ જગ્યાએ ડિલિવરી કરવાના સ્થાને કોલસાનો જથ્થો પોતાની પાસે રાખી લીધો હતો. આરોપી બંધુઓએ રૂપિયા 5.16 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

રકમ બેંક એકાઉંટમાં ઓનલાઈન ચુકવેલ
બનાવની મળતી વિગત મુજબ મૂળ ક્ચ્છ-ભુજના રહેવાસી રાજીવ હસમુખ શુક્લએ માળિયા પોલીસમાં આરોપી ટ્રક ચાલક રામસિંગ યાદવ અને તેના ભાઈ સુલતાનરામ સુરજમલ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ લક્ષ્મીનગર ગામ પાસે આવેલા લક્ષ્મીપ્લાઝામાં ફોર્ચ્યુન લોજીસ્ટીક નામે ઓફીસ રાખી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. જેમાં ગત તારીખ 13/03/2022ના રોજ ટ્રક નંબર RJ-14-GH-4425 ના માલીક રામસિંગ યાદવ પોતાનો ટ્રક લઈને ફોર્ચ્યુન લોજીસ્ટીક મારફતે મોરબીથી ભડીયાદ ગામ પાસે આવેલા પટેલ કોલમાંથી રૂપિયા 4.10 લાખથી વધુનો કોલસો પોતાની ટ્રકમાં ભરેલો હતો. જેથી રાજીવે રામસિંગ યાદવને વાહન ભાડા પેટે રૂપિયા 1.05 લાખથી વધુની રકમ તેના બેંક એકાઉંટમાં ઓનલાઈન ચુકવેલ હતી. આ કોલસો મોરબીથી પાણીપથ હરીયાણામાં નારાયણ કંપની ખાતે પહોંચાડવાનો હતો.

માલ પહોંચાડવાની ખાતરી આપી
તારીખ 13/03/2022ના રોજ ભડિયાદથી કોલસો ભરી તેનો ટ્રક નિકળી ગ્યો હતો છ્તા તારીખ 17/03/2022 સુધી ગાડી પાણીપથ નહી પહોંચતા રાજીવે રામસિંગ યાદવનો સંપર્ક કર્તા તેણે જણાવ્યું હતું કે, ‘અહિંયા ગાડી તમે ખાલી કરાવી નાખો નહીતર હું ગાડી ગમે ત્યાં ખાલી કરી નાખીશ’. તેથી રાજીવે રામસિંગ યાદવને જણાવ્યુ કે, ‘ આપેલ સરનામે ગાડી હજુ પહોચી નથી. ગાડી પહોંચે એટલે ખાલી કરાવી નાખીશ’. આથી રામસિંગ યાદવે જણાવેલ કે, ‘હવે મેં મારી રીતે ગાડી ખાલી કરાવી નાખેલ છે.’ અને ફરીવાર તેનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે,’ હવે મારો ઉપરનો ખર્ચો અને ગાડી ભાડુ આપી જાવ અને માલ લઈ જાવ’ જેથી રાજીવે જણાવ્યું હતું કે, ‘માલ તેના સરનામે પહોંચે પછી જ ભાડુ મળશે.’ આ મામલે તેનો ભાઇ સુલતાનરામ યાદવ સમાધાન માટે આવ્યો હતો અને તેણે માલ પહોંચાડવાની ખાતરી આપી હતી. છતાં કોલસાની ડિલિવરી કરી ન હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.