Mangoes will be abundant this time know what are the details.apj – News18 Gujarati
આંબામાં ફાલ આવવાની શરૂઆત થઇ
સામાન્ય રીતે 15 ડિસેમ્બર બાદ આંબામાં ફાલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને હાલમાં મોટાભાગના આંબાઓમાં ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે.
જેથી ચાલુ વર્ષે કેરીની સીઝન ખૂબ સારી રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે. આ વખતે ફળધાન પ્રક્રિયા સમયે તાપમાન અનુકૂળ છે. તેમજ રોગનો ફેલાવો ઓછો છે.
તમારા શહેરમાંથી (જુનાગઢ)
બે પ્રકારના રોગ જોવા મળે છે
આંબામાં ફાલની પ્રક્રિયા સમયે બે પ્રકારના રોગ જોવા મળે છે. જેમાં એક ભૂકીચારો અને બીજો મધિયો.
બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ રોગ દેખાય તો ખૂબ માઇલ પ્રમાણમાં એટલે કે ઓછા પ્રમાણમાં દવાનો છંટકાવ કરવો.
જેથી તેની અસર ફળધાનની પ્રક્રિયા પર પડે નહીં. કારણકે વધુ પ્રમાણમાં દવાના ઉપયોગથી યોગ્ય પ્રમાણમાં ફાલ આવવાની શક્યતા ઓછી રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Junagadh news, Kesar mango, Local 18
Post a Comment