ભુજ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 31 મી જાન્યુઆરી સુધી ફોર્મ સ્વિકારવાની કામગીરી કરશે યુનિ.
તાજેતરમાં પીએચડી પરીક્ષાની ગૂંચ ઉકેલાઇ હતી અને ઉત્તરાયણ પછી પ્રવેશ પરીક્ષા યોજાવાની છે ત્યારે હાલમાં નવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે 10 દિવસ સુધી ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે જે અંતર્ગત 6 દિવસમાં નવા 50 વિદ્યાર્થીઓએ પીએચડીની પ્રવેશ પરીક્ષા આપવામાં રસ દાખવ્યો છે.
ગત 30 ઓક્ટોબર 2021ના લેવાનારી પરીક્ષા અંદરોઅંદર ચાલતા જૂથવાદમાં મોકૂફ રહી હતી.જે બાદ અવારનવાર આ પરીક્ષા યોજવા માંગણી થતી હતી પણ હવે ઉકેલ આવ્યો છે.પ્રવેશ પરીક્ષા લેવા માટે યુનિવર્સિટીને પરવાનગી મળી જતા જાન્યુઆરી મહિનામાં પ્રથમ પખવાડિયા બાદ પરીક્ષા યોજવામાં આવશે.
અગાઉ ફોર્મ ભરનારા 560 જેટલા ઉમેદવારને ફરી ફોર્મ ભરવાની જરૂરિયાત નથી પણ નવા ઉમેદવારો અરજી કરી શકે તે માટે 21 તારીખથી 31 ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી યુનિવર્સિટીમાં કરવામાં આવશે.જે અંતર્ગત 6 દિવસમાં વધુ 50 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું અને હજી પણ ઓફલાઇન અરજીઓ આવી રહી હોવાનું રજિસ્ટ્રાર પ્રો.ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,આ વખતે Ph.Dની સીટ વધીને 203 થઈ ગઈ છે.
તેમજ ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિંદી, ઇકોનોમિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી,સોશિયલ વર્ક, ફિઝિકલ એજ્યુકેશન, કોમર્સ, મેનેજમેન્ટ, કેમેસ્ટ્રી, જીયોલોજી, એનવાયરમેન્ટ સાયન્સ, લાઈફ સાયન્સ, મેથેમેટિક્સ,કોમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન અને લો સહિતના વિષયો રાખવામાં આવ્યા છે તેમજ Ph.D સહાયતા કેન્દ્ર પણ ઉપયોગી સાબિત થયું છે.
Ph.Dની ‘શોધ’ સ્કીમમાં નોંધણીની તારીખ લંબાઈ
વિવિધ કોર્સમાં પીએચ.ડી કરી રહેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે સ્કીમ ફોર ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ(શોધ) યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવનારને પોતાના રિસર્ચ માટે સહાય અપાય છે. જેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઇ હતી જેની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર હતી જોકે હજુ વધુ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ શકે તે માટે રજિસ્ટ્રેશનની તારીખ લંબાવીને 31 જાન્યુઆરી 2023 કરાઈ છે.