રાજસ્થાનનાં પલાદરની દૂધમંડળીના મંત્રીને ચેક રિટર્ન કેસમાં પાટણ કોર્ટ દ્વારા 6 મહિનાની સજા | Rajasthan's Paladar dairy minister sentenced to 6 months by Patan court in check return case

પાટણ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2017માં સુગમ દાણનો માલ ખરીદીના બાકી બીલ પટે આપેલો ચેક બેલેન્સનાં અભાવે પાછો ફર્યો હતો

પાટણની જ્યુડીસીયલ કોર્ટ દ્વારા ચેક બાઉન્સનાં એક કેસમાં રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં સાંચોર તાલુકાના પલાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને તેનાં મંત્રી જોરારામને દોષિત ઠેરવીને 6 માસની સાદી કેદની સજા અને મંડળી તથા મંત્રીને રૂ.2.27 લાખનો દંડ ફટકાર્યો હતો .જો દંડ ન ભરે તો જોરારામને વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગતો એવી છે કે, ચાણસ્મા સ્થિત પાર્થ કેટલફીડ ઇન્ડસ્ટ્રીઝના માલિક સુરેખાબેન પટેલનાં કુલ મુખત્યાર મહેશભાઇ પટેલ પાસેથી રાજસ્થાનની પલાદર દૂધ મંડળી અને તેના મંત્રી જોરારામ શામળાજી ચૌધરીએ 2017માં સુગમ દાણનો માલ ખરીદેલો જેનાં બાકી બીલનાં પૈસાની ઉઘરાણી ફરિયાદી પેઢીએ વારંવાર કરતાં મંડળી અને તેમનાં મંત્રીએ દેના ગુજરાત ગ્રામીણ બેંક ધાનેરા શાખાનો રૂ.2.17 લાખનો ચેક 16-5-17ના આપ્યો હતો.

જે ચેક પાટણની એચડીએફસી બેંકની શાખાનાં ખાતામાં જમા કરાવતાં અપૂરતાં બેલેન્સનાં શેરા સાથે રિટર્ન થતાં તેમણે એડવોકેટ એમ.સી. પટેલ મારફતે નોટીસ આપ્યા બાદ આરોપીઓ સામે નેગોશિયેલ ઇન્સ્ટ્રુમેન્ટ 138 મુજબ પાટણની કોર્ટમાં કેસ મુક્યો હતો. જે કેસ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીની કોર્ટમાં ચાલી જતાં તેમણે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને પલાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જોરારામને સજા ફટકારી હતી. હુકમ મુજબ આરોપીઓએ 2.27 લાખ દંડની રકમમાંથી રૂ.10000 તત્કાળ જમા કરાવવા અને બાકીની રકમ રૂ.2,17,000 દિન-30માં દંડ પેટે જમા કરાવવાની રહેશે. આ રકમ જમા થયા બાદ તેમાં રૂ.2,17,000 ફરિયાદીને વળતર ચુકવી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે…