9 year old daughter will taekwondo championship will be surprised to know the achievement – News18 Gujarati

Kishor chudasama,Jamnagar : ગાંધીનગર ખાતે નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંમહારાષ્ટ્ર, તેલંગાણા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાંમાત્ર 9 વર્ષની જામનગરની દિકરીએ વિરોધીઓને પછાડી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જેમાં પણ ખાસ વાત એ છે કે આ દીકરીએદિવસ,રાત એક કરીને માત્ર સાત માસના ટૂંકા ગાળાની પ્રેક્ટિસ બાદ આ સિદ્ધિ પોતાને નામ કરી છે.

ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં 9-12 વર્ષના ગૃપમાં ગોલ્ડ મેડમ મેળવ્યો

લાલપુર તાલુકાના મોડપર ગામના વતની અને હાલ જામનગર રહેતા નિર્મલભાઈ ચાવડાની પુત્રી જીયા જામનગરની જેકુરબેન સોનીકન્યા વિદ્યાલયમાં ધોરણ-૪ માં અભ્યાસ કરે છે અને સાથે સાથે ટેકવોન્ડોના કલાસીસ થકી તાલીમ પણ મેંળવી રહી છે તેને દોઢવર્ષ અગાઉથી જ આ ફિલ્ડમાં આગળ વધવાનો રંગ લાગ્યો હતો અને ત્યારથી જ સફળતા મેળવવા જહેમતશીલ હતી. આદરમિયાન ગાંધીનગર ખાતે સ્પર્ધાનું આયોજન થતા જીયાએ પણ તેમાં ભાગ લીધો હતો. જ્યા પોતાની મહેનત અને પરિવારજનોનાસહકાર તથા ગુરુઓનાં માર્ગદર્શન બદલ જીયાએ નેશનલ ચિલ્ડર્ન ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં 9-12 વર્ષના ગૃપમાં ગોલ્ડ મેડમમેળવ્યો છે.

જીયાની સિદ્ધિને બિરદાવતા લોકો

ઉલ્લેખનિય છે કે રમતગમ્મત ક્ષેત્રે ક્રિકેટમાં જામનગર જિલ્લો હંમેશા ચમકતો રહ્યો છે. પરંતુ ક્રિકેટ ઉપરાંતની રમતમા જામનગરનેધારી સફળતા મળી ન હતી પરંતુ હવે નવી પેઢીનો ખંત અને લગન ઉપરાંત સરકારની પ્રોત્સાહક નીતિને પગલે જામનગરજિલ્લામાંથી હવે અનેક રમતવીરો વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ દેશ દુનિયામાં ઝળકાવી રહ્યા છે. ત્યારે 9 વર્ષની દીકરી માટે જે સ્પર્ધાનું નામ પણ બોલવું અઘરું લાગે તેવી ટેકવોન્ડો સ્પર્ધામાં જીયાની સફળતાને લોકો બિરદાવી રહ્યા છે.

તમારા શહેરમાંથી (જામનગર)

First published:

Tags: Local 18, જામનગર