કબીર વડના વિકાસનો 14 કરોડનો પ્રોજેક્ટ, વિકાસ થયો નથી
અહી વસતા મહંતે જણાવ્યું હતું કે, કબીર વડનો વિકાસ કરવા માટે કોઝવેની જરૂરિયાત છે. જિલ્લા પંચાયતે લીમોદરાથી કબીર વડ ડીપ કોઝવે માટે છેલ્લા 12 વર્ષથી 14 કરોડનો પ્રોજેકટ મૂક્યો છે. પણ હજુ સુધી તેનો કોઈ વિકાસ થયો નથી.
પ્રાથમિક સુવિધાનો અભાવ, મહિલા શૌશાલય નથી
તમારા શહેરમાંથી (ભરૂચ)
અહી સ્મૃતિ ભવન ખાતે રાત્રિ રોકાણ કરવા આવતા લોકો માટે રહેવાની સુવિધા આપવામાં આવી છે. 500 રૂપિયામાં ડબલ બેડરૂમ સહિતની સુવિધા છે. એક પર્યટકે જણાવ્યું હતું કે,દિવસે આવીને જતા રહેતા લોકો માટે અહી કોઈ સુવિધા નથી. તેમજ મહિલાઓ માટે અહી શૌચાલય હોવું જોઈએ.
કબીર વડ સાથે પૌરાણિક કથા સંકળાયેલ છે
600 વર્ષ કરતા પણ જૂના કબીર વડ સાથે પૌરાણિક કથા સંકળાયેલ છે. એક માન્યતા પ્રમાણે જીવા અને તત્વ નામના બે બ્રાહ્મણ ભાઈઓ અહી રહેતા હતા. આ બન્ને ભાઈઓએ સંકલ્પ લીધો હતો કે, સંતના ચરણ ધોયા બાદ પાણી વડની સૂકી ડાળીમાં નાખવામાં આવે અને લીલું થાય તો જ સંતને ગુરુ કરવા. આ અંગેની ચર્ચા કાશીમાં ચાલતી હતી. બે ભાઈઓ સંતોની પરીક્ષા કરે છે.આ સાંભળીને સંત કબીર માત્ર 10 વર્ષની વયે ઇસ 1465માં ગુજરાતના ભરુચ ખાતે આવી પહોંચ્યા હતા. ઇસ 1465માં કબીર વડ અસ્તિત્વમાં આવ્યું. જીવા અને તત્વ નામના બે બ્રાહ્મણ ભાઈઓએ સંત કબીરના ચરણ ધોઈને વડની સૂકી ડાળીમાં નાખતા તે લીલુંછમ થઈ ગયું હતુ. ત્યારથી કબીર વડ અસ્તિત્વમાં આવ્યો. સંત કબીરનો જન્મ ઇસ 1455માં થયો હતો. મંદિરની પાછળ મુખ્ય વડ આવેલો છે. કબીર સાહેબ કોઈ ધર્મમાં માનતા નથી.
મુખ્ય વડલાનું વૃક્ષ 3.5 એકરમાં ફેલાયેલુ છે
વર્ષ 1967માં રેલ આવી હતી. તે સમય બાદ થડ પડી ગયું છે. જેની શાખાઓ અહી હજી પણ અસ્તિત્વમાં છે.3.5 એકરમાં ફેલાયેલા વડલાના વૃક્ષને 3000 જેટલી વડવાઈઓ છે. તેની નીચે ઊભા હોઈએ ત્યારે ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેમ લાગે છે. વડલા હેઠળ 7000 સૈનિકોએ આશરો લીધો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. જેમ્સ ફાર્બસે ઇસ 1749-1819, ઓરિયન્ટલ મેમોરીસ (1813-1815) માં 610 m (2,000 ft) વ્યાસ અને 3000 શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ વિસ્તાર 17,520 m (4.33 એકર) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.
માનતાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા
કબીરવડ ખાતે લોકો પોતાની માનતાઓ લઈને આવે છે. એક વ્યકિતને કંઈ સંભળાતું ન હતું ,તે તેની બાધા રાખી હતી. તેઓની બાધા પૂર્ણ થતાં ભજન કીર્તન કર્યું હતુ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Development, Kabir, Local 18