Wednesday, December 21, 2022

વાંસમાંથી વિવિધ કલાકૃતિ બનાવી આર્થિક રીતે પગભર થતી મહિલાઓ | Women who are financially supported by making various artefacts from bamboo

વલસાડ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સરકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મુજબ વલસાડ જિલ્લામાં મહિલાઓને નવી વસ્તુ બનાવવા તાલીમ

મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ ચલાવે છે. જેનો લાભ લઈ મહિલાઓ ખરા અર્થમાં આર્થિક રીતે પગભર તો બની જ રહી છે પણ સાથે સાથે પોતાના પરિવારને પણ મદદરૂપ થઈ રહી છે. જે માટે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર આયોજિત અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ બહેનો માટે આશીર્વાદ સમાન બન્યો છે.

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને જે તે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ તાલીમ આપે છે. વલસાડ જિલ્લામાં વાંસનું પ્રમાણ વધુ હોવાથી તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ હોવાથી પારડીના અંભેટી ગામમાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હાલ 29 મહિલાઓને કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત વાંસમાંથી બનતી ઘર સુશોભનની કલાકૃતિ અને રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓ જેવી કે, ફૂલદાની, ટોપલી, લેટર બોક્સ, વોલપીસ, હેંગિગ ફૂલદાની, નાઈટ લેમ્પ, પેન સ્ટેન્ડ, મોર, જહાજ, બળદ ગાડુ, સૂરજ, સિસોટી અને ફ્રુટ ટ્રે સહિતની વસ્તુઓ બનાવવાની 2 મહિનાની તાલીમ સેન્ટરના ઈન્ચાર્જ ગમન ગાંવિત અને અંભેટી કેવીકેના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરના માર્ગદર્શનમાં ગુલાબ ખાંડરા અને જગદીશ ગાયકવાડ આપી રહ્યા છે.

બહેનો બનાવેલી વસ્તુઓ સખી મેળા તેમજ ડાંગ, વઘઈ અને વિલ્સન હિલ સહિત આદિવાસી વિસ્તારના પર્યટન સ્થળો ઉપર સહેલાણીઓ વેચે છે. વાંસની પ્રોડક્ટથી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટેનું બળ પુરૂ પાડી તેઓની કલાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.

બહેનોને 5 હજારનું સ્ટાઈપેન્ડ અપાશે
સ્વ સહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર બની રોજગારી મેળવી શકે તે માટે તેઓને તાલીમ આપવી જરૂરી છે, જેથી ગાંધીનગર રૂરલ ટેકનોલોજી સંસ્થામાં દરખાસ્ત કરતા તાલીમની મંજૂરી મળી છે. આ તાલીમના અંતે બહેનોને રાજ્ય સરકાર દ્વારા દ્વિમાસિક 5હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ અપાશે . > પ્રેમિલા આહિર, ગૃહ વૈજ્ઞાનિક

કમાણીથી પરિવારને મદદ પણ કરુ છુ
આજથી 3 વર્ષ પહેલા કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમમાં વાંસમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી. 100થી લઈને 500 સુધીની વાંસની પ્રોડક્ટ બનાવી તેના વેચાણથી દર મહિને અંદાજે 5000થી 10હજારની આવક થાય છે. જેની બચત કરી એક્ટિવા મોપેડ પણ ખરીદી છે અને પરિવારને પણ મદદરૂપ થઈ રહી છુ. હવે ફરી તાલીમ લઈ રહી છું જેના થકી હાલ બજારમાં જે પ્રોડક્ટની ડિમાન્ડ હોય તે મુજબની નવી નવી વસ્તુઓ બનાવતા શીખી રહી છું. > ચંદાબેન પટેલ, લાભાર્થી

અન્ય સમાચારો પણ છે…