સરકારી એન્જિનિયરિંગ કોલેજના 70 ટકા પ્રોફેસરો હક રજા પર ઉતર્યા, વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર | 70 percent professors of government engineering colleges went on leave, affecting students' studies

અમદાવાદ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરકારી એંજ્યિનયરિંગ કોલેજના પ્રોફેસરો પોતાના વર્ષ દરમિયાન મળતી હક રજા પર એક સાથે ઉતરી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.મોટભાગની કોલેજોમાં 60 થી 70 ટકા પ્રોફેસર અત્યારે રજા પર છે.અગાઉ ચૂંટણીના કારણે પણ કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવતો નહતો જેથી તે સમયે પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન થયું હતું.

સરકારી કોલેજના પ્રોફેસરોને દર વર્ષે ફિક્સ હક રજા મળે છે જે દર વર્ષે 31 ડિસેમ્બરે સુધીમાં પુરી થઈ જાય છે.શરૂઆતથી રજા બચાવીને રાખી હોય તેવા મોટા ભાગના પ્રોફેસરો અત્યારે એક સાથે રજા પર ઉતરી ગયા છે.પોતાની હક રજા વાપરવા માટે પ્રોફેસરો અત્યારે કોલેજમાંથી રજા લઈને ગયા છે.છેલ્લા 10 દિવસથી એલ.ડી,પોલીટેક્નિક સહિતની અલગ અલગ એન્જીનયરીંગની સરકારી કોલેજોમાં પ્રોફેસરો રજા પર છે.પ્રોફેસર રજા પર હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યસ થઈ શકતો નથી વિદ્યાર્થીઓ કોલેજ તો આવે છે પરંતુ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 20 માંથી 5-7 ફેકલ્ટી હજાર હોવાથી અભ્યાસ થઈ શકતો નથી.

અગાઉ ચૂંટણીના કારણે સરકારી કોલેજના પ્રોફેસરોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે કોલેજમાં 5-7 લેક્ચરની જગ્યાએ રોજ 1-2 લેકચર જ લેવામાં આવતા હતા.ચૂંટણીના 10 દિવસ અગાઉથી વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્થિતિ હતી.ચૂંટણી પુરી થયા બાદ પરિણામ ના આવ્યું ત્યાં સુધી કેટલીક કોલેજમાં પ્રોફેસર ના હોવાના કારણર રજા જાહેર કરી દેવામાં આવી હતી તેના કારણે પણ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.જાન્યુઆરી મહિનાથી સેમેસ્ટર -5,3 અને 1ની પરીક્ષા તબક્કાવાર શરૂ થવાની છે.

સરકારી કોલેજના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારે લેક્ચર હોય તો તમામ ફેકલ્ટી આવતા નથી જે ફેકલ્ટી ના આવે તેની જગ્યાએ બીજા ફેકલ્ટી તેમનો લેક્ચર રાખી દે છે.છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની સ્થિતિ છે.આ પ્રકારે જ અભ્યાસ કરાવવામાં આવે તો અમે કેમના ભણી શકીશુ.ચૂંટણી સમયે પણ આવી જ સ્થિતિ હતી.

અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારી કોલેજ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી માંડ એક મહિનો જેટલો સારી રીતે અભ્યાસ કર્યો છે.જાહેર રજાઓ અને ચૂંટણી આવી તેના કારણે અભ્યાસ ના થયો.હવે પ્રોફેસરો રજા પર જતા રહ્યા છે.સિલેબસ પૂરો થયો નથી તો કેવી રીતે પરીક્ષા આપવાની.મીડ ટર્મ પણ પુરી થઈ ગઈ છે હવે ફાઇનલ પરીક્ષા પણ આવશે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post