હનુમાનગઢમાં સાળા બનેવીએ બંનેના હાથ બાંધી નહેરમાં કુદી આત્મહત્યા કરી લીધી

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સામૂહિક આત્મહત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં સાળા બનેવીએ એકબીજાનો હાથ બાંધીને છલાંગ લગાવી દીધી હતી. તેમાં બંનેના મોત થઈ ગયા હતા. નહેરમાંથી બંનેની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ મામલાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. પોલીસે બંનેની લાશ નહેરમાંથી બહાર કાઢીને મોર્ચરીમાં રાખી છે. બાદમાં તેમનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના પરિવારને લાશ સોંપી દીધી હતી. મૃતકના પરિજનોએ આ સંબંધમાં પાંચ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઘટના શુક્રવાર હનુમાનગઢ ટાઉન પોલીસ ચોકીના લખુવાલી ગામની છે. અહીં ઈંદિરા ગાંધી નહેરમાંથી સાળા બનેવીની લાશ મળી આવી છે, જેમાં બંનેના હાથ બાંધેલા હતા.ટાઉન પોલીસ અધિકારી દિનેશ સારણે કહ્યું કે, કિશનપુર દિખનાદા નિવાસી બલરામ પોતાના સાળા મંગતૂરામ સાથે ગત 19 ડિસેમ્બરથી ગુમ હતો. બલરામના સાળા મંગતૂરામ પંજાબ નિવાસી હતો. બંને 19 ડિસેમ્બરે ઘરેથી નીકળ્યા હતા. તે દિવસે સાંજે બલરામની બાઈક લખુવાલી ગામની નજીક ઈંદિરા ગાંધી નહેરમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો: નવસારીનાં ગોઝારા અક્સમાતની તસવીરો જોઇને ધબકારા નાં ચૂકી જવાય

21 લાખ રૂપિયા પાછા નહીં આપવાનો આરોપ

બાઈકની નજીક બંનેના મોબાઈલ અને ચાદર મળી આવી હતી. ત્યાર બાદ તેની તપાસ કરવામાં આવી હતી. પણ બંનેનો કોઈ સુરાગ મળ્યો નહોતો. શુક્રવારે બંનેની લાશ એક બીજા સાથે બંધાયેલી હાલતમાં નહેરમાંથી મળી આવી હતી. આ સંબંધમાં મૃતક બલરામના પુત્ર વિક્રમને અમુક લોકો પર પિતા અને મામના 21 લાખ રૂપિયા આપવાની ના પાડી હતી. તેનાથી તેના પિતા અને મામા માનસિક તણાવમાં આવી ગયા હતા અને તેમણે નહેરમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

Published by:Pravin Makwana

First published:

Previous Post Next Post