Monday, December 26, 2022

ભચાઉના લોધેશ્વર પાસે ત્રણ દિવસથી 70 ફૂટ ઊંડા કુંવામાં પડેલા ગલૂડિયાને ફાયર ટીમે બચાવ્યું | Fire team rescues puppy stuck in 70 feet deep well for three days near Lodheshwar, Bhachau

કચ્છ (ભુજ )4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભચાઉથી 5 કિલોમીટર દૂર લોધેશ્વર મંદિર પાસે ખાલી પડેલા કુંવામાં એક ગલુડિયું પડી ગયુ હતુ. જેથી આસપાસના લોકોએ ગલૂડિયાને બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ 70 ફૂટ ઊંડા કૂવામાં પડેલા ગલૂડિયાને બહાર લાવી શકાયું ન હતું. ત્યારે ત્રણ દિવસથી પડેલા ગલુડીયાની જાણ ભચાઉ ફાયર ટીમને થતા કર્મચારી પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ગલૂડિયાને સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધું હતું. નાના જીવ માટે મોટું સાહસ કરતાં કર્મીઓની લોકોએ સરાહના કરી હતી.

ગત સપ્તાહે 70 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પરથી કબૂતર બચાવ્યું હતું
ભચાઉ સુધારાઈ હસ્તકની ફાયર ટીમ દ્વારા નગર અને તાલુકામાં નાની-મોટી ઘટના વખતે સમયસરની ફરજ નિભાવવા આવતી રહે છે. ગત સપ્તાહે 70 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી કર્મીએ ફસાયેલા કબૂતરને બચાવ્યું હતું. તો આજે સોમવારે 70 ફૂટ ઊંડા કુંવામાં ઉતરી એક ગલૂડિયાને બચાવી લીધું હતું. આ માટે તેમણે પ્લાસ્ટિકની ડોલને રસ્સા વડે બાંધી કૂવામાં ઉતારી હતી અને નીચે પડેલા ગલૂડિયાને ડોલમાં બેસાડી ઉપર તરફ ખેંચીને બચાવી લીધું હતું. કર્મીઓના આ કાર્યથી પ્રભાવિત થઈ લોકોએ પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: