ઊંઘ ખરાબ થઈ જતા પિતાએ માતાની સામે 8 માસની દીકરીને મોતને ઘાટ ઉતારી, માતાએ કહ્યું- મોઢા-શરીરે મુક્કા માર્યા બાદ બાળકીને નીચે પટકી | The father killed the 8-month-old daughter in front of the mother when she was sleep-deprived.
સુરત22 મિનિટ પહેલા
આઠ માસની સગી દીકરીને માર મારી મોત નીપજાવનાર ક્રૂર પિતા
અંદાજે દોઢેક વર્ષ પહેલા સુરતના સલાબદપુરા વિસ્તારમાંથી ખૂબ જ કરુણ અને ક્રૂર ઘટના સામે આવી હતી. જ્યાં સગા બાપે તેની માતાની સામે આંઠ માસની દીકરીને છાતીના ભાગે મારમારી મોત ને ઘાટ ઉતરી દીધી હતી. આની પાછળનું કારણ જાણી કોર્ટના જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકીના રડવાના અવાજથી પિતાની ઊંઘ ખરાબ થઈ જતા તેણે છાતીના ભાગે ઠીક સાથેનો માર માર્યો હતો.જેને લઇ બાળકીના મોઢા માંથી ફીણ નીકળી ગયા બાદ મોત થયું હતું. ક્યારેક સુરત કોર્ટે ક્રુડ પિતા અને આજીવન કેદની સજા સંભળાવી છે.
માની સામે જ બાપે બાળકીની કરી હત્યા
સુરતના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાંથી ગત તા. ૧૧-૫- ૨૦૨૦ના રોજ શરીરના રોમ રોમ અને રુવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી હતી. માતાની સામે જ પોતાની સગી આઠ માસની બાળકીને છાતીના ભાગે મુક્કા મારીને જમીન ઉપર પછાડી દઈ ક્રમકમાટીભર્યું મોત નિપજાવ્યું હતું. ગત 11-05-2020 ના રોજ સવારે નવ વાગ્યાના સુમારે આઠ માસની બાળકીને પિતા ઉવેશ પોતાના ધરમાં સૂતો હતો ત્યારે આઠ માસની તેની સગી દીકરી આયન ઉર્ફે આયત ઊંઘમાંથી ઊઠીને એકાએક રડવા લાગી હતી.જેથી તેના અવાજથી જાગી ગયેલા ઉવેશે ઊંઘ બગડતી હોવાની બુમરાણ મચાવી આઠ માસની બાળકીને ઊંચકીને તેના છાતી અને શરીરના ભાગો ઉપર ઢીકમુક્કીના માર માર્યા હતા.અને આટલું ઓછું હોય તેણીને જમીન ઉપર પટકીને ફેંકી દીધી હતી.
બાળકીને માતા બચાવે તે પહેલા જ પિતાએ મારી નાખી
આઠ માસની બાળકી આયનના રડવાથી પિતાની ઊંઘ ખરાબ થઈ જતા તે માર મારવા લાગ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના તેની માતા અમરીન શેખની નજર સમક્ષ થઈ હતી. માતા પોતાની વહાલ સુઈ દીકરીને બચાવે તે પહેલા જ પિતાએ એ હદે માર મારી હતી કે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટના અંગે તેની માતાએ જણાવ્યું હતું કે હું ઘરકામ કરી રહી હતી ત્યારે મારો પતિ નિંદ્રા માણી રહ્યો હતો તે સમયે બાળકી રડતી હતી. મેં બાળકીને પાણી આપી બાથરૂમ જતી હતી. આ દરમ્યાન પિતાએ તે મારી ઊંઘ ખરાબ કરી છે તેમ કહી બાળકીને મારવા લાગ્યો હતો અને હું બચાવવા દોડી ત્યાં સુધીમાં તેણે મોઢા અને શરીરે મુક્કા માર્યા હતા અને બાદમાં બાળકીને નીચે પટકી હતી.જેને લઇ દીકરીને મોઢામાંથી ફીણ નીકળી પડ્યા હતા. તેણીને હોસ્પિટલ લઇ ગયા હતા. મેં મારી માતાને જાણ કરવાની કોશિશ કરી હતી. પરંતુ પતિએ ધમકાવી ના પડી હતી. બાળકીને મૃત જાહેર કરતા મેં મારા માતા પિતાને જાણ કરી હતી અને બાદમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. હવે માત્ર હું પતિ પાસેથી ડિવોર્સ જ ઈચ્છું છું.
બાળકીને દવાખાને લઈ જતા મૃત જાહેર કરાય
પિતાએ માર માર્યા બાદ બાળકીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી ત્યાં ડોક્ટરે બાળકીનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે પિતાએ તેની માતાને ધમકાવી હોવાથી તે કશું બોલ્યા વગર ફરી ઘરે પરત આવી ગઈ હતી. અને બાદમાં બાકીની માતા અમરીન શેખે સમગ્ર બનાવની જાણ તેના માતા પિતાને કરતા. આ અંગેની ફરિયાદ સલામ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે માતાની ફરિયાદના આધારે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રૂર પિતાને કોર્ટે દાખલા રૂપ સજા આપી
આઠ માસની પોતાની સગી બાળકીના મોત હત્યાને પગલે સલામતપુરા પોલીસે પિતાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યો બાદ આ અંગેનો છેલ્લા દોઢ વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. સુરત કોર્ટમાં જજ પણ પિતાની આવી ક્રૂર અને ઘાતકી કરતું સાંભળી આશ્ચર્ય ચિત થઈ ગયા હતા. જેને દોઢ વર્ષે સુરત સેશન કોર્ટ દ્વારા પિતા સામે એક દાખલા રૂપ સજા સંભળાવવામાં આવી છે. કેસમાં સુરતની કોર્ટે નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી ઉવેશ હસન શેખ ને કલમ ૩૦૨ મુજબ આજીવન કેદ ઉપરાંત પચીસ હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
કેસમાં મજબૂત પુરાવા રજૂ કરાયા હતા
આ કેસ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપી ઉવેશ હસન શેખનો કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર કેસમાં ડોક્ટરની જુબાની, તેમજ બાળકીને માર મારતા માથામાં હેમરેજ થઇ ગયું હતું.તે ખુબજ મહત્વનો પુરાવો સાબિત થયો હતો.જેને લઈને જજ દ્વારા આ કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
Post a Comment