નવસારી30 મિનિટ પહેલા
- કૉપી લિંક

સ્ટેટ વિજિલન્સની ટીમે 31 ડિસેમ્બર પહેલા નવસારી જિલ્લામાં સપાટો બોલાવ્યો છે. જેમાં ચીખલી પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. સમરોલી ગામની હદમાં એક મકાનમાં રેડ કરતા રૂપિયા 8.32 લાખનો દારૂ મળી આવ્યો હતો. જેથી દારૂનો ધંધો કરતા માતા પુત્રની ધરપકડ થઈ છે. જ્યારે 4 જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો તેમજ 2 મોબાઈલ અને દારૂ વેચાણના 3200 રૂપિયા મળી 8,41,505નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે સમરોલી કાળાપુલ ખાતે દારૂનું વેચાણ કરતા બાવીબેન ઠાકોરભાઈ કોળી પટેલ તેમજ બાવીબેન નો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલના મકાનમાં રેડ કરતા પોલીસને મકાન તેમજ આજુબાજુના વિસ્તારમાં ખુલ્લી જગ્યા માંથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરો કુલ નંગ 5956 જેની કિંમત 8,32,805 તેમજ દારૂ વેચાણના રૂપિયા 3200 અને 2 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 5500 મળી કુલ 8,41,505 નો મુદ્દામાલ કબજે કરી. દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતી બાવીબેન ઠાકોરભાઈ પટેલ તેમજ તેનો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલ ની ધરપકડ કરી છે.

જ્યારે દારૂનો જથ્થો આપી જનાર અજય ઉર્ફે અજય રૂમલા (રહે,મોગરાવાડી તા.ચીખલી) તેમજ એલેક્સ ચંદ્રકાંત હળપતિ (રહે,કસ્બા ગણદેવી તા.ગણદેવી) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સૂરજ ઉર્ફે બાબુ દીપક (રહે,સમરોલી કુંભારવાડ તા.ચીખલી) અને દારૂનો જથ્થો આપી જનાર ડ્રાઈવર જલુને વોન્ટેડ જાહેર કરાયા છે. 31 ડિસેમ્બર પહેલા ચીખલી પોલીસની હદ માંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ બેડામાં અને બુટલેગરોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે.આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષીને સંખ્યાબંધ ગામોમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ બાબતે દાખલાની તાતી જરૂરીયાત છે. સમગ્ર બનાવવાની તપાસ બીલીમોરા પી.આઈ ટી.એ.ગઢવી ને સોંપવામાં આવી છે.
