ગુજરાતનું સૂર્ય મંદિર અને ત્રિપુરાની ઉનાકોટી ખડકની કોતરણી પણ આ યાદીમાં સ્થાન પામી છે. આંતર-સરકારી વર્લ્ડ હેરિટેજ કમિટી નક્કી કરે છે કે કઈ સાઇટ્સને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવવામાં આવશે.
મીડિયાને મળેલા એહવાલો અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પીએમ મોદીના જન્મસ્થળ ગુજરાતના ઐતિહાસિક વડનગર અને અન્ય બે ભારતીય સ્થળોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ UNESCO (United Nations Educational, Scientific and Cultural Organization)ની કામચલાઉ યાદીમાં સામેલ કર્યા છે.
આ પણ વાંચો: Ellis bridge: હેરિટેજ મુલ્યો ધરાવતા 130 વર્ષ જૂના અમદાવાદના એલિસબ્રિજની જર્જરિત હાલત
ત્રિપુરામાં આવેલા ઉનાકોટીની શાનદાર કોતરણી અને ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર પણ યુનેસ્કો UNESCO (United Nations Educational, Scientific and Cultural Organization)ની કામચલાઉ યાદીમાં સ્થાન પામ્યું છે.
આ ત્રણ સાઇટ્સના ઉમેરા સાથે ભારતમાં હવે યુનેસ્કોની કામચલાઉ યાદીમાં 52 સાઇટ્સ છે. જો ગુજરાતના બે સહિત ત્રણ સ્થાન અંતિમ યાદીમાં સ્થાન મેળવે છે, તો તે એક રીતે ઘણું ફાયદાકારક થશે, કારણ કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં PM મોદીની આગેવાની હેઠળની ભાજપે 27 વર્ષની એન્ટિ-ઇન્કમ્બન્સી હોવા છતાં તેમના ગૃહ રાજ્યમાં તેની સૌથી મોટી જીત નોંધાવી હતી.
2021માં ભારતે સૂચિમાં છ સાઇટ્સ ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે નીચે મુજબ છે .
– મધ્ય પ્રદેશમાં સતપુરા ટાઇગર રિઝર્વ
– કર્ણાટકમાં હાયર બેંકલની મેગાલિથિક સાઇટ
– વારાણસીનું ઐતિહાસિક શહેર
– મહારાષ્ટ્રમાં મરાઠા મિલિટરી આર્કિટેક્ચર
– કાંચીપુરમમાં મંદિરો
– જબલપુર ખાતે નર્મદા ખીણમાં ભેડાઘાટ-લમેટાઘાટ
પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
UNESCO સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે, જેનો હેતુ શિક્ષણ, કળા, વિજ્ઞાન અને સંસ્કૃતિમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા વિશ્વ શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. માહિતી મુજબ, કોઈપણ સાંસ્કૃતિક અથવા પ્રાકૃતિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સ્થાન મેળવવા માટે કામચલાઉ સૂચિમાં પ્રવેશ કરવો જરૂરી છે. પરંતુ, કામચલાઉ સૂચિમાં તેને ઉમેરવાથી મુખ્ય સૂચિમાં સાઇટની હાજરીની બાંયધરી મળતી નથી.
યુનેસ્કોના જણાવ્યા અનુસાર, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સ્થાન મેળવવા માટે પ્રથમ તે દેશ જ્યાં છે, તે દ્વારા નામાંકિત હોવું આવશ્યક છે નામાંકનની તપાસ આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે જેઓ નક્કી કરે છે કે સમાવેશ વાજબી છે કે કેમ. અંતે, વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોના ચૂંટાયેલા 21 સભ્ય રાજ્યોની સંસ્થા એક સમાન મત લે છે.
આ પણ વાંચો: Kutch: આ જીયો હેરિટેજ શું છે, જે કચ્છને આંતરાષ્ટ્રીય સ્તરે ચમકાવશે
એકવાર સાઇટનું નામાંકન અને મૂલ્યાંકન થઈ જાય પછી તે તેના શિલાલેખ પર અંતિમ નિર્ણય આંતર-સરકારી વિશ્વ ધરોહર સમિતિ પર નિર્ભર છે. યુનેસ્કોની સાઇટ નક્કી કરવા માટે વર્ષમાં એકવાર કમિટી એ માટે બેઠક કરે છે કે કઈ સાઇટ્સને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.
કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીને મીડિયા અહેવાલોમાં ટાંકવામાં આવ્યું હતું કે વડનગર નગરપાલિકા બહુસ્તરીય ઐતિહાસિક શહેર છે. તેમાં મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક ઈમારતો છે જે મોટી સંખ્યામાં ઐતિહાસિક ઇમારતોને જાળવી રાખવામાં આવી છે. વડનગરનો ઇતિહાસ લગભગ 8મી સદી બીસીઇનો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Heritage city, PM Modi પીએમ મોદી, UNESCO World Heritage Site, Vadnagar