ડાંગ (આહવા)17 મિનિટ પહેલા
- કૉપી લિંક

ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ખેતી કરતો જિલ્લો છે. અંહી વિવિધ ઔષધિઓ જોવા મળે છે. અહીંના લોકો રોજિંદા વપરાશમાં પણ તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે. ચોમાસામાં આવીજ એક ઔષધિ સફેદ મૂસળીની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક ઔષધિ માનવામાં આવે છે. જેની દેશ વિદેશમાં ખુબ માંગ છે.

સફેદ મૂસળીની ખેતી હવે દરેક ખેડૂત અપનાવી રહ્યાં છે
ડાંગ જિલ્લામાં આવેલું ભવાડી ગામ સફેદ મૂસળીની ખેતી માટે પ્રખ્યાત છે. ગામના જયેશ મોકશી એ શરૂ કરેલી સફેદ મૂસળીની ખેતી હવે દરેક ખેડૂત અપનાવી રહ્યાં છે અને સારી એવી આવક મેળવી રહ્યાં છે. ગુજરાતના ડાંગ સહિત મધ્યપ્રદેશ, હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની સફેદ મૂસળી ઉગે છે.

પસંદગી થતાં ગોવા ખાતે સેમિનારમાં ભાગ લીધો
ડિસેમ્બર 2022માં ગોવા ખાતે 9મો વર્લ્ડ આયુર્વેદિક કૉંગ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત આયુર્વેદિક વિકાસ બોર્ડના ડાયરેક્ટર અને ડાંગ જીલ્લામાંથી વૈદ્ય તરીકે ગીતા જે. મોકાષી અને જયેશ મોકાષીની પસંદગી થતાં તેઓએ ગોવા ખાતે સેમિનારમાં ભાગ લીધો હતો.

આદિવાસી ખેડૂત દંપતીનું બહુમાન કરવામાં આવ્યુ
ડાંગના મોકષી દંપતીએ આદિવાસી વિસ્તારમાં સફેદ મૂસળીનું પ્રોસેસિંગ કરી દેશી પદ્ધતિથી પાવડર બનાવી તેના મૂળ તત્વ અને સત્વ જળવાઈ રહેતા હતા. આ સિદ્ધિ બદલ રાષ્ટ્રીય ઔષધીય બોર્ડના મેનેજર સૌરભ શર્મા અને પુના નેશનલ મેડિશનલ પ્લાન્ટ બોર્ડ સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી મહારાષ્ટ્રના ડાયરેક્ટર મોકટ સરે દેશી પદ્ધતિના ખૂબ વખાણ કરી આદિવાસી ખેડૂત દંપતીનું બહુમાન કરવામાં આવ્યુ હતું.

