Wednesday, December 21, 2022

થરાદ પોલીસે ખોડા પોલીસ ચેકપોસ્ટ પરથી કન્ટેનરમાંથી દારૂની 9420 બોટલ મળઈ આવી, બે શખ્સોની અટકાયત | Tharad police recovered 9420 bottles of liquor from a container at Khoda police check post, detained two persons

બનાસકાંઠા (પાલનપુર)16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

થરાદ પોલીસે ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં થરાદ પોલીસે કુલ 9420 જેટલી દારૂની બોટલો જેની કિંમત 9 લાખ 96 હજારથી વધુનો દારૂ કબ્જે કરી બે ઈસમો ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક , તેમજ અક્ષયરાજ , પોલીસ અધિક્ષક જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા એસ.એમ.વારોતરીયા,નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ ,એચ.ડી.વાઢેર , ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર થરાદ પોલીસ સ્ટેશન ની રાહબરી માર્ગદર્શન હેઠળ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટૂક કન્ટેનર ગાડી નંબર HR – 47 – E – 5601 માંથી ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ કુલ પેટી નંગ -302 જેની કુલ બોટલ નંગ 9420 જેની કુલ કિંમત 9 લાખ 96 હાજર 604 નો પ્રોહીનો મુદ્દામાલ તથા ટ્રક કન્ટેનર ગાડીની સહીત કુલ મુદ્દામાલ કબજે કરી જે પકડાયેલ ગાડીમાં દારૂ સિવાય બીજો કોઈ મુદ્દામાલ ભરેલ ન હોવા છતાં દ્રાઇવર પોતાની સાથે ખોટા બિલ્ટીના કાગળો બનાવી સાથે રાખેલ જેથી પકડાયેલ ગાડીના ચાલક ઈસમ પંકજ રાજેન્દ્ર શર્મા રહે.બાડયા બામનાન પુલીસ થાના-આઝાદનગર તા.જિ.હિસાર હરીયાણા વાળા તેમજ આનંદ અઝમેર નાગીલ જાટ રહે.અરીતાલ પુલીસ થાના-આઝાદનગર તા.જિ.હિસાર હરીયાણાવાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ તથા ઈન્ડીયન પીનલ કોડની કલમો મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…