Friday, December 23, 2022

A cyber expert who helped the Ahmedabad police along with a friend demanded ransom for the kidnapping

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માગનાર બે આરોપીઓને ઝડપી લેવાયા છે. બને આરોપીઓમાંથી એક આરોપી સાયબર એક્સપર્ટ હોવાનું સામે આવ્યું છે જે અગાઉ સાયબર ક્રાઇમમાં પોલીસને સાયબર એક્સપર્ટ તરીકે મદદ પણ કરી ચુક્યો હતો. પણ દેવું થઈ જતા આરોપીએ પોતાના જુના ગ્રાહકનો ડેટા મેળવી ધમકી આપી હતી.

આરોપીઓ મોહન રાજ સેન્ગુદર અને મોહન ગવંડર પોલીસ ગિરફતમાં આવી ગયા છે. બંને આરોપીઓ મૂળ તમિલનાડુના છે અને હાલ મણિનગર ખાતે રહે છે. બે આરોપીઓએ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસથી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાંથી મુખ્ય આરોપી મોહન રાજ સેન્ગુદર અગાઉ બેન્ક એકાઉન્ટ ખોલવાનું અને લોન આપવાનું કામ કરતો હતો. અને તે દરમિયાન તેણે આ વેપારીનું એકાઉન્ટ પણ ખોલ્યું હતું. પણ છેલ્લા કેટલાક સમયથી આરોપીને શેર બજારમાં 70 લાખનું દેવું થઈ જતા તેણે અપહરણ અને ખંડણી માટેની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર, તાવ હોય તો RTPCR ટેસ્ટ કરાવવો પડશે

મોહન રાજ અને મોહન ગવંડર હાલ મણિનગરમાં રહેતા હતા. મુખ્ય આરોપી મોહન રાજ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં ફરિયાદીના પરિવારના બેંક એકાઉન્ટ ખોલાવવા તેમના બાળકને વિદેશ મોકલવા સહિતની પ્રક્રિયા કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા મોહન રાજે નિભાવી હતી. કોઈક કારણોસર નોકરી છૂટી છતાં મોહન રાજે અપહરણ કરવા કાવતરું રચી, ખૂન કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: પિતાના મિત્રએ જ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, છોકરીને ઉલટીઓ થતા ભાંડો ફુટ્યો

આરોપીને લાગ્યું કે આ વેપારી સદ્ધર છે અને કઈક મળી રહેશે એટલે ટાર્ગેટ કર્યો હતો. પરંતુ પોલીસે તેને ટેક્નિકલ એનાલિસિસથી ઝડપી પાડયા છે. આરોપીઓએ પહેલા ફોન કર્યા હતા અને ફેક ઇમેઇલ આઈડી બનાવી આ કાવતરું રચ્યું હતું. તો આરોપીઓ વેપારીના પરિવારને સોશિયલ મીડિયા પર ટ્રેક કરી રજેરજની માહિતીઓ પણ એકત્રિત કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, મોહન રાજ સાયબર એક્સપર્ટ છે. તે પોલીસને પણ ભૂતકાળમાં કેટલાક કેસમાં મદદ કરી ચૂક્યો છે. પોલીસને મદદ કરનાર એ એક વેપારીને ધમકાવી પૈસા પડાવવાનો વિચાર તો કર્યો પણ પોલીસ તેના કરતા એક કદમ આગળ નીકળી અને આખરે બંને આરોપીઓને ટેક્નિકલ એનાલીસીસથી જ ઝડપી પાડયા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad police

Related Posts: