ફૂડ ટેલેન્ટ ફેરમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ બિઝનેસનું માળખું શીખવવામાં આવ્યું હતું
ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઇસ્કુલમાં યોજાયેલ ફૂડ ટેલેન્ટ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ બિઝનેસના માળખાને સમજતા થાય. અને તે સાથે ફૂડ સ્ટોલ માટે જરૂરી FSSAI પરમિશન તથા જીએસટી લાયસન્સ લેવાની મહત્તા તથા પ્રક્રિયા પ્રેક્ટિકલી અનુભવે અને ટીમવર્કનો અનુભવ પ્રાપ્ત કરે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વિધાર્થીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાઇસન્સ મેળવવા અંગે તથા જીએસટી નંબર મેળવવા અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તે સંદર્ભે તેઓને ફોર્મ ભરાવ્યા હતા. આ માટે પાંચથી સાત વિદ્યાર્થીઓએ ભેગા મળીને પોતાનું ગ્રુપ બનાવ્યું હતું. આમાં તૈયાર પેકેટ નહીં લાવતા જાતે બનાવેલ વાનગીઓ જ આપવાની રહેશે.
50 રૂપિયાથી વધારે એક પણ વાનગીનો ભાવ રાખેલ નથી
આ ચેલેન્જ વિદ્યાર્થીઓએ સ્વીકારી હતી. આ માટે અલગ અલગ વાનગીઓનું સિલેક્શન કર્યું હતું. આ ફૂડ ફેસ્ટિવલમાં ખાસ વાત એ છે કે 50 રૂપિયાથી વધારે એક પણ વાનગીનો ભાવ રાખેલ નથી. આ ફૂડ ફેસ્ટિવલમાં નવતર વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી. જેમાં ફૂડ ક્વોલિટી માટે ખૂબ જ સ્વચ્છતા અને ચોખ્ખાઈ રાખી સ્ટોલ પર તેનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું.
ફૂડ ફેસ્ટિવલમાં રાખેલ વાનગીઓ :
ધ ફૂડી સ્પોટલાઈટ
શેઝવાન સેન્ડવિચ
ગારલીક બ્રેડ
હોટ & સૌર સુપ
ફ્રેડ્સ કાફે
ચાય ઓક્ટલ બિન્ચો
માયો બ્રેડ સ્લાઈસ
ફૂડી ગર્લ્સ
મેગી
બાસ્કેટ ચાટ
કોલ્ડ ડ્રીંક
ફ્રેશ બાઈટ
ઘુઘરા સેન્ડવિચ
મોજીટો
ક્લબ સેન્ડવિચ
મેક્સિકન ચીઝ મેગી
ઉફફ..આહ..સ્વાદ
પીઝા
દાબેલી
પાણીપુરી
ફૂડ જંક્શન
વેજીટેબલ & ગ્રીલ સેન્ડવિચ
બાસ્કેટ ચાટ
મોકટેલ
ધ ફૂડી એમ્પાયર
ચોકોલેટ & માયો કોર્ન સેન્ડવિચ
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ
ધ ટેસ્ટ ટૂર
સેન્ડવિચ
ખીચુ
ચીઝ બન
ઓરેઓ શેક
વિદ્યાર્થીઓએ ડાન્સ, સિંગિંગ, ક્વિઝ, સ્ટેન્ડ અપ, કોમેડી દ્વારા કાર્યક્રમને મનોરંજક બનાવ્યો હતો.
આ ફૂડ ફેસ્ટિવલમાં ધોરણ-8, 9 અને 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ બિઝનેસ એકાઉન્ટની સ્કીલ ડેવલપ થવાની સાથે તેમને થયેલ ખર્ચ આવકનો હિસાબ રાખી નફા-નુકસાનનું સરવૈયું કરતા શીખ્યા હતા. હંગામા ફૂડ ટેલેન્ટ ફેરમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સમાં ડાન્સ, સિંગિંગ, ક્વિઝ, સ્ટેન્ડ અપ, કોમેડી દ્વારા કાર્યક્રમને વધુ મનોરંજક બનાવવામાં આવ્યો હતો.
આ ફૂડ ચેલેન્જ ફેરમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 500 થી વધુ વાલીઓએ સહભાગી થઈ તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad school, Business Startup, Local 18