અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ પાસેથી વેક્સીનેશન અંગેની મળેલી માહિતી પર નજર કરીએ તો પ્રિકોશન ડોઝ અંગે ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં અમદાવાદમાં લેવા પાત્ર તમામ ઉંમરના 46,72,118 લોકોમાંથી હજુ પણ 36,30,794 લોકોએ એટલે કે 77% લોકોએ પ્રિકોશન ડોઝ લીધો જ નથી. આનો મતલબ એ થયો કે ત્રીજી લહેર બાદ કોરોનાની દહેશત ઓછી થતા લોકોએ પ્રિકોશન ડોઝ લેવામાં ગંભીરતા ન દાખવી. પ્રથમ અને બીજો ડોઝ લેવામાં પણ લોકોની ગંભીર બેદરકારી છતી થઇ છે.
વેકસીનેશનના પ્રથમ ડોઝ અંગેની આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો પ્રથમ ડોઝ લેવા પાત્ર 15-18 વર્ષના 2,67,955 લોકો પૈકી 227399 લોકો રસી લીધી, 40556 લોકો રસી લેવામાં હજુએ બાકી છે. 12-14 વર્ષના 1,90,000 બાળકો પૈકી 1,49,269 લોકોએ રસી લીધી છે ત્યાં જ 40731 બાળકો હજુએ રસી લેવાની બાકી છે.
આ પણ વાંચો : વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતી પરિવાર વેરવિખેર, પતિનું મોત, પત્ની અમેરિકામાં તો બાળક મેક્સિકોમાં સારવાર હેઠળ
હવે વેકસીનેશનના બીજા ડોઝની આંકડાકીય માહીતી પર નજર કરીએ તો તેમાં પણ ઘણા લોકોએ બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી છે. કોવીડ વેકસીનેશનના બીજા ડોઝ માટે 18 થી ઉપરના 51,59,262 પૈકી 47,16,188 લોકોએ રસી લીધી છે જ્યારે 4,43,074 હજુએ બાકી છે. બાળકો ની કેટેગરીમાં પણ હજી રસી લેવામાં ઘણા લોકો બાકી છે.
મહત્વનું છે કે તંત્રના અનેક પ્રયત્નો બાદ પણ લોકોમાં કોરોના રસી લેવામાં ઉદાસીનતા દાખવી છે ત્યારે ન્યુઝ 18 ગુજરાતીના માધ્યમથી મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે બાકી રહેલા તમામ લોકો રસી મુકાવી દે. અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પરથી રસી મેળવી શકાય છે. પરંતુ હજુ પણ ઘણા લોકો રસી મુકાવવામાં રસ લેતા નથી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad Corona Case, Ahmedabad Corona News, Ahmedabad corona Update, Ahmedabad coronavirus