આરપીએફ જવાને યુવકને બચાવ્યો
ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરનાર યુવક જોખમમાં મુકાયો હતો. આ ઘટના તે તમામ લોકો માટે શીખ સમાન છે, જે લોકો ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતાં હોય છે. યુવક ચાલતી ટ્રેનમાં ચડવા જતાં ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેની જગ્યામાં ફસાયો હતો. યુવકને ફસાયેલો જોઇને ત્યાં હાજર આરપીએફ જવાન તરત જ દોડી ગયો હતો અને તેણે યુવકને બચાવ્યો હતો. આરપીએફ જવાનને લીધે યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતા ફસાયો યુવક, જુઓ વીડિયો #SuratRailwayStation #Video pic.twitter.com/54VhLZ7VBa
— News18Gujarati (@News18Guj) December 24, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Surat news