મહિલાને માથાના ભાગે પહોંચી ઇજા
બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો પર પ્રવેશબંધી હોવા છતાં અવરજવર કરવામાં આવે છે. આવામાં બીઆરટીએસ કોરિડોરમાં બેફામ આવી રહેલા વાહનચાલકે મહિલાને અડફેટે લીધા હતા. ન્યૂ મણિનગરમાં રહેતા શ્રદ્ધાબેન ઠકકરને અડફેટલે લેતાં તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે બીઆરટીએસ બસ સ્ટેશનની આસપાસ રહેલા લોકો દોડી આવ્યા હતા અને મહિલાને મદદ કરતાં જોવા મળ્યા હતા. સાથે જ અકસ્માત અંગે 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અમદાવાદ BRTS કોરિડોરમાં સર્જાયો અકસ્માત, બાઇક સવારે મહિલાને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત#Ahmedabad #BRTS #corridor pic.twitter.com/pJHoYWIYCU
— News18Gujarati (@News18Guj) December 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accident News, Ahmedabad news, Gujarat News