બે બહેન અને ભાઈએ જીવનનો ત્યાગ કરી સેવાનો ભેખ ધર્યો
બનાસકાંઠા જિલ્લામાં ગૌસેવાનો એક ભગીરથ યજ્ઞ ચાલી રહ્યો છે. જ્યાં ભાભરમાં જલારામ ગૌશાળા આવેલી છે. દિયોદર નજીક આવેલા ભેસાણામાં સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં લગભગ 1700 થી વધુ ગાય છે. અહીં ગૌસેવા ઉપરાંત અન્ય પશુ,પક્ષીઓ પણ મુક્ત બનીને કુદરતના સાનિધ્યમાં આશ્ર મેળવી રહ્યા છે.
સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં બે સ્ત્રીઓ ગૌસેવાનો યજ્ઞને પ્રજવલ્લીત કરી રહી છે.45 વર્ષના સાધ્વી શારદાબેન, 40 વર્ષના સાધ્વી રમાબેન અને રમેશભાઈ 22 વર્ષથી ગૌશાળામાં ગૌવંશ અને અન્ય પશુ,પક્ષીની સેવા ચાકરી કરી રહ્યા છે. ઠાકોર સમાજમાંથી આવતા આ ત્રણે બહેન – ભાઈ વર્ષ 2001માં ગૌસેવા કરવા આશરેથી જાહેર જીવનનો ત્યાગ કરીને ગૌશાળામાં આવ્યા હતા અને અત્યારે આ બંને બહેનો અને ભાઈ ગૌ સેવાના ભગીરથ કાર્યને આગળ ધપાવી રહ્યા છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
મોટા બહેનથી પ્રભાવિત થઇ ભાઈ-બહેન પણ સેવામાં જોડાયા
શારદાબેનનો આ ત્યાગ અને પ્રભુભક્તિથી પ્રભાવિત બનીને તેમની નાની બહેન રમાબેન અને ભાઈ રમેશ સંસારનો ત્યાગ કરીને ગૌ સેવાના ભગીરથ કાર્યમાં જોડાયા હતા અને અત્યારે આ બંને બહેનો અને ભાઈ સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાનું સુંદર સંચાલન કરી રહ્યા છે.
અહીં મોર પણ છે અને શ્વાન પણ છે, બધા નિર્ભય
ગૌશાળામાં એક જ સ્થળ પર ગાયો ,નીલ ગાયો ,મોર, કબૂતર, સસલા, શ્વાનો, પારેવડાઓ સહિત અસંખ્ય જીવો મુક્તતાથી આશય મેળવી રહ્યા છે. તેવા આ સ્થળ પર દુર્લભ દ્રશ્યો જોવા મળે છે અહીં પક્ષીઓ આવીને નિર્ભયતાથી તમારા માથા પર બેસી રહે છે. મોર નિર્ભય પણ અહીં રહે છે. શ્વાનો પણ અહીં કોઈની પર હુમલો કરતો નથી.આ દ્રશ્ય ખૂબ જ દુર્લભ દ્રશ્યો છે. આધુનિક અને વર્તમાન દુનિયા કરતા એકદમ અલગ અલગ દ્રશ્યો સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં જોવા મળે છે.
1700 ગાય,200 શ્વાન રહે છે
ગૌશાળામાં શારદાબેન અહીં આશરે મેળવી રહેલા પશુ પક્ષીઓથી એટલો લગાવ ધરાવે છે કે, તેમને નામથી બોલાવે છે. આ ગૌશાળામાં 1700 થી વધુ ગાયો, 200 શ્વાનો, મોર, કબુતર પારેવડા સહિત કેટલાય જીવો છે.પરંતુ આ ભૂમિની અસર એવી છે કે અહીં આવતા હિંસક જીવો પણ હિંસાનો માર્ગ છોડીને શાંત બની જાય છે. ગૌશાળા દ્વારા કોઈની પાસે સામેથી ફાળો માગવામાં આવતો નથી. કોઈ બીજી મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.પરંતુ તેમ છતાંય ગૌશાળામાં સેવાનો યજ્ઞ અહીં આવતા મુલાકાતિઓના સહયોગ અને દાતા અને આ બંને બહેનોની સેવાથી અવિરત પ્રગતિ કરી રહ્યો છે.
ગૌશાળાની ભૂમિ જાણે તપોભૂમિ હોય મન શાંત બની જાય
દિયોદરથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલી સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની ભૂમિ જાણે તપોભૂમિ હોય તેમ અહીં જતા જ મનને એક આહલાદક અનુભૂતિ થાય છે અને અહીંના દુર્લભ દ્રશ્યો મુલાકાતિઓને અવિસ્મરણિય અનુભવ કરાવી જાય છે. પ્રાણીઓ નિર્ભયતા, પ્રેમ અને સેવા આ તમામનો સહયોગ અહી જોવા મળે છે અને સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની એક જ મુલાકાત તમારા માટે કાયમી સંભારણું બની જાય તો નવાઈ નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha, Cow, Local 18