Thursday, December 22, 2022

અમૃત યોજનાની મીટિંગમાં AIMIM સભ્યનો અપશબ્દોનો વીડિયો વાયરલ | Video of AIMIM member swearing at Amrit Yojana meeting goes viral

ગોધરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગોધરા પાલિકા પ્રમુખ સહિતે સભ્યને અપશબ્દો નહિ બોલવાનું જણાવ્યું હતું
  • મીટિંગમાં અપશબ્દો બોલતાં મહિલાઓએ શરમ અનુભવી

ગોધરા નગર પાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત વિકાસના કામોને લઇને પાલિકા ખાતે મીટિંગનું આયોજન કરાયું હતું. આ મીટિંગમાં પાલિકા પ્રમુખ, ચીફઅોફિસર, અમૃત યોજનાના અધિકારીઅો, વોર્ડ સભ્યો પણ હાજર રહ્યા હતા. મીટિંગમાં વોર્ડ દીઠ પાણીની પાઇપ લાઇન સહિતના કામોની ચર્ચાઓ ચાલતી હતી.

તે દરમિયાન વોર્ડ 10ના AMIMI સભ્ય જલાઉદ્ીન ઉફે પપ્પુભાઇ સૈયદે મીટિંગમાં ઉભા થઇને ભૂગર્ભ ગટર યોજના સંદતર ફેઇલ ગઇ હોવાની વાત કરીને અપશબ્દો(ગાળો) બોલતાં મીટિંગમાં સોપો પડી ગયો હતો. અમૃત યોજનાના કામોની મીટિંગમાં AMIMIના સભ્ય અપશબ્દો બોલતાં અન્ય સભ્યોએ તેમને સમજાવાની કોશિશ કરી હતી.

સભ્ય દ્વારા અપશબ્દો બોલતાં મહિલા કાઉન્સિલરોએ શરમ અનુભવી હતી. જ્યારે આ મીટિંગમાં AMIMIના સભ્યનો અપશબ્દો બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મીટિંગમાં તમામ વોર્ડમાં અમૃત યોજનાના કામોની ચર્ચા કરતાં સભ્યએ બોલેલા અપશબ્દોની ચર્ચાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે…