Thursday, December 22, 2022

સુરતમાં 1 વર્ષમાં કોઈએ નવજાતો ને કચરા તો કોઈએ હોસ્ટેલના બાથરૂમમાં ફેંક્યા, એક સગીરાએ તો પહેલા માળેથી ફેંકી દીધું | In 1 year in 15 new born baby abandoned in Surat, someone threw garbage in the bathroom of the hostel, a minor threw it from the first floor.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In 1 Year In 15 New Born Baby Abandoned In Surat, Someone Threw Garbage In The Bathroom Of The Hostel, A Minor Threw It From The First Floor.

સુરતએક કલાક પહેલાલેખક: સુનિલ પાલડિયા

નવજાત બાળકોને મરવા માટે તરછોડી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આવી ઘટનાઓને સૌને વિચારતા કરી મુક્યા છે. સુરતમાં આ વર્ષે એટલે કે 2022ના વર્ષમાં કુલ 15 નવજાત બાળકો-ભૃણને ત્યજી દેવામાં આવ્યા હતા. જેમાંથી 14ના મોત થયા છે જ્યારે હાલ એક જ જીવિત છે. આ તમામ ઘટનાઓમાં સગીરાઓ દ્વારા પણ પોતાના પાપને છુપાવવા નવજાતને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

શહેરમાં છેલ્લા એક વર્ષમાં મૃત 14 નવજાત બાળકો-ભૃણ મળ્યા
શહેરમાં છેલ્લા એક વર્ષમાં મૃત હાલતમાં 14 નવજાત બાળકો-ભૃણ મળી આવ્યા હતા. જેમાં થોડા દિવસો પહેલા 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપી પહેલા માળે ઘરમાંથી નીચે ફેંકી દીધું હતું. જ્યારે લિંબાયતમાં કચરાના ઢગલામાંથી એક મૃત હાલતમાં બાળક મળી આવ્યું હતું. 14 નવજાત મૃત બાળકો-ભૃણની વાત કરીએ તો સૌથી વધારે 4 નવજાત બાળકોના મૃતદેહ પાંડેસરા પોલીસના વિસ્તારમાંથી મળ્યા છે. ઉપરાંત લિંબાયત, વરાછા અને ખટોદરામાં બબ્બે તેમજ અઠવા-સચીન-પુણા-ઉમરા પોલીસના વિસ્તારમાં એક-એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો હતો.

સુરતમાં બનેલી આવી ઘટનાઓ અને કેટલી સજા થઈ શકે તે અંગે નીચે જાણો…

20-12-2022

કેબલબ્રિજ પર બાળકને ત્યજી માતા-પિતા બિન્દાસ્ત ચાલ્યા ગયા
સુરતના અડાજણ સ્થિત કેબલબ્રિજ પર નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રાહદારીની નજર બાળક પર પડતાં પોલીસને જાણ કરી હતી. અડાજણ પોલીસે ઘટનાસ્થળે આવી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એમાં બાળકને તરછોડનાર માતા-પિતા કેબલબ્રિજ પરથી પસાર થતાં હોય એવાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે, સાથે જ પોલીસની શી ટીમ નવજાતનું ધ્યાન રાખી રહી છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર છે.

બાળકની સ્થિતિ સ્થિર છે: આરએમઓ
સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે, હાલ જે બાળકને લાવવામાં આવ્યું છે. તેની સ્થિતિ સ્થિર છે. બાળકને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. બાળક અંદાજે 25 દિવસનો હોય તેવું લાગી રહ્યું છે. તેનું વજન 2.5 કિલો જેટલું છે. હાલ બાળકને નજીવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે. બાળકને સમયસર સ્પૂન ફીડિંગ આપવામાં આવી રહ્યું છે.

12-12-2022

સગીરા મિત્રના પિતરાઈ ભાઈ સાથે શરીર સંબંધથી પ્રેગ્નેટ થઈ
મગદલ્લામાં પહેલા માળે નવજાત બાળકને ફેંકી દેતા મોત થયું હતું. 12 ડિસેમ્બરના રોજ વહેલી સવારે બનેલી આ ઘટનામાં ઉમરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, 15 વર્ષની કિશોરીને તેની બહેનપણીના પિતરાઈભાઈએ પ્રેમ જાળમાં ફસાવી હતી. 18 વર્ષીય પ્રવિણ ભાંભોર નામના યુવકે તરૂણી સાથે શારીરીક સંબંધ બાંધ્યો હતો. જેમાં તે પ્રેગ્નેટ થઈ હતી.

ઘરના ટોઈલેટમાં બાળકને જન્મ આપી ફેંકી દેતા મોત
વહેલી સવારે તરૂણીએ ટોઇલેટમાં નવજાત બાળકને જન્મ આપ્યા બાદમાં તેને પહેલા માળેથી રોડ પર ફેંકી દીધું હોવાનું સીસીટીવીમાં પણ કેદ થયું હતું. આ ઘટનામાં પોલીસની ટીમે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી જેમાં આખો મામલો સામે આવ્યો છે. આ ગુનામાં ઉમરા પોલીસે પ્રવિણ ભાભોર સામે રેપ અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી પ્રવિણ મજૂરી કરે છે અને તરૂણીને મગદલ્લા નદી કિનારે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

17-07-2022
પેપરમાં વિટી નવજાતને ફેંકી દેતા મોત

પાંડેસરાની કર્મયોગી સોસાયટી પાસે પ્લોટ નંબર 618ની પાછળ ગલીમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. કર્મયોગી સોસાયટીમાં રહેતા રાજેશભાઇ સામલની પત્ની લક્ષ્મીબેન શૌચાલય માટે જવા નીકળ્યા હતા. ત્યારે પ્લોટ નંબર 618ની પાછળની ગલીમાંથી તાજું જન્મેલું મૃત નવજાત શિશુ પેપરમાં વિટાળેલી હાલતમાં મળી આવ્યું હતું. લક્ષ્મીબહેને પાંડેસરા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃત નવજાત શિશુનો કબજો મેળવી પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું હતું. વરસાદના કારણે લોકો ઘરમાં હોવાનો લાભ ઉઠાવી પોતાની બદનામી છુપાવવા માટે અજાણી વ્યક્તિ મૃત નવજાત શિશુને ત્યજી ગયું હોવાનું સામે આવ્યું હતું.

30-06-2022
તાપી કિનારેથી એક દિવસનું મૃત નવજાત મળ્યું

નાનપુરા મક્કાઈપુલ બ્રિજ નીચે તાપી કિનારેથી આશરે એક દિવસનું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનીક રહીશ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. કોઈક નિષ્ઠુર જનેતાએ પોતાનું તાજુ જન્મેલુ નવજાત બાળક ત્યાં તરછોડી દીધું હોવાની શક્યતાને પગલે પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો હતો.

31-5-2022
સિવિલના શૌચાલયમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં અધૂરા માસે પ્રસુતિથી જન્મેલી બાળકીનો મૃતદેહ ટોયલેટના ટબના પાણીમાંથી મળી આવી હતો. સફાઈ કર્મચારી ટોયલેટની સફાઈ કરવા પહોંચ્યો હતો. ત્યારે સફાઈ કર્મચારીને બાળ મૃતદેહ દેખાયો હતો. મૃતદેહ દેખાતા કર્મચારી પણ ગભરાઈ ગયો હતો. તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા સિવિલ તંત્ર દોડતું થયું હતું. અધૂરા માસે જન્મેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

07-04-2022
નર્સિંગ હોસ્ટેલના બાથરૂમમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો

સગરામપુરામાં જુની મહાવીર હોસ્પિટલમાં સાતમા અને આઠમા માળે નર્સિંગ સ્કુલની હોસ્ટેલ આવેલી છે. જેમાં નર્સિંગની વિદ્યાર્થિનીઓ રહે છે. હોસ્ટેલમાંથી મોડીરાતે એક વિદ્યાર્થિનીએ પ્રિન્સીપાલ પાસે આવી કહ્યું કે મેડમ જલદી નીચે ચલો, બાથરૂમ મે હમકો કુછ મીલા હૈ, આથી પ્રિન્સીપાલ બાથરૂમમાં જોવા ગયા તો બ્લેક કલરની પ્લાસ્ટીકની થેલીમાં તાજું જન્મેલુ બાળકનો મૃતદેહ હતો. આ બાબતે તપાસ કરતા 21 વર્ષની વિદ્યાર્થિનીએ બાળકને જન્મ આપ્યો હોવાની બહાર આવ્યું હતું. 21 વર્ષની યુવતી એક યુવકના પ્રેમમાં હતી. જેમાં યુવતીને 8 માસનો ગર્ભ હતો. યુવતીએ ગર્ભ પાડી નાખવા માટે ગોળી ખાઈ લીધી હતી. જેના કારણે દુખાવો થતા યુવતીએ બાથરૂમમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો. યુવતીએ પોતાનું પાપ છુપાવવા માટે મૃત બાળકને પ્લાસ્ટીકની થેલીમાં છુપી રીતે મુકી દીધું હતું.

12-03-2022
નવજાત બાળકીને કચરામાં ફેંકી દેતા મોત

લિંબાયત ગણેશ નગર-1 કંઠી મહારાજથી રામ મંદિર તરફ જવાના રસ્તા ઉપર ડિવાઈડરની પાસે કચરાના ઢગલામાં કોઈક અજાણી વ્યક્તિ નવજાત તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ કાગળમાં લપેટીને તરછોડી પલાયન થઈ ગયો હતો. કચરાના ઢગલમાં નવજાત બાળકીનો મૃતદેહ હોવાની જાણ થતા લોકો ટોળે વળ્યા હતા અને મોબાઈલમાં વીડિયો રેકોર્ડીંગ કરતા હોય તેવા સમયે ત્યાંથી પસાર થતા સિક્યુરીટી ગાર્ડની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે 108 એમ્બ્યુલન્સની મદદથી બાળકીનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

08-02-2022

ભંગાર કારના કાટમાળ વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ નવજાત બાળકનો મૃતદેહ તરછોડી ગયું.

ભંગાર કારના કાટમાળ વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ નવજાત બાળકનો મૃતદેહ તરછોડી ગયું.

ભંગાર કારમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો
પાંડેસરા કૈલાસ નગર પાસે રસ્તા પર કચરાના ઢગલા વચ્ચે પડેલી એક ભંગાર કારના કાટમાળ વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ નવજાત બાળકનો મૃતદેહ તરછોડી ગયું હતું. કચરો નાંખવા ગયેલા કોઈક વ્યક્તિની નજર પડતા આસપાસના લોકોને જાણ થઈ હતી. જેથી લોકોએ નવજાત બાળક જીવતું હોવાની આશા સાથે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને નવજાતને સિવિલ હોસ્પિટલ ખસેડાયુ હતું. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. પોલીસે બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જેમાં બાળકનું વજન 1.6 કિ.ગ્રા હતું અને ડાયપર તેમજ નાળ ઉપર ક્લિપીંગ સાથે તરછોડી દેવાયેલા નવજાતના બન્ને હાથે ઈન્જેક્શનના નીશાન મળી આવ્યા હતા.

એડવોકેટ યશવંતસિંહ વાળા.

એડવોકેટ યશવંતસિંહ વાળા.

બાળકને તરછોડતા મોત થાય તો સાત વર્ષની સજા
યશવંતસિંહ વાળા(એડવોકેટ)એ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતામાં જોગવાઈ છે કે 12 વર્ષથી નાની ઉંમરનું બાળક. જેનો જન્મ થઈ ગયો છે અને તેને તેના માતા-પિતા તેનો ત્યાગ કરે તો પણ તેને સાત વર્ષની જોગવાઈ છે. કાયદામાં સ્પેસિફિક જોગવાઈ છે કે જ્યારે જે સ્ત્રી ગર્ભવતી હોય અને તેના ગર્ભમાં રહેલા બાળકનો પણ વધ કરે તો પણ તેને સાપરાધ મનુષ્ય વધનો ગુનો લાગે. જેમાં પણ સાત વર્ષની સજાની જોગવાઈ છે.

જો ગર્ભમાં જ બાળકનો વધ કરે તો બે વર્ષની સજા
બીજી પણ સ્પેસિફિક જોગવાઈ છે કે, મૃત બાળકનો જન્મ થયો હોય. કોઈને જાણ કર્યા વિના તેનો જન્મ છુપાવે તો એવા કેસમાં પણ બે વર્ષની સજાની જોગવાઈ છે. આવા કેસમાં સો ટકા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ છે એ પ્રમાણે આવા જે માતા-પિતા પોતાના બાળકને ત્યજી દેતા હોય તો સો ટકા ઈન્ડિયન પિનલ કોર્ટની જે તે જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી થઈ શકે. હું માનું છું ત્યાં સુધી આવા જે કિસ્સામાં સામે આવી રહ્યા છે તેને પોલીસે ગંભીરતાથી લેવું જોઈએ.

જવાબદાર વ્યક્તિઓને શોધી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએઃ ડો. સોનલ રોચાણી.

જવાબદાર વ્યક્તિઓને શોધી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએઃ ડો. સોનલ રોચાણી.

માનવતાનું જ નહીં પણ કુદરતનો ખૂબ જ મોટો અપરાધ
ડો. સોનલ રોચાણી (સમાજ સેવક)એ જણાવ્યું હતું કે, બાળકોની ત્યજી દેવાની બનતી ઘટનો ખૂબ જ પીડાદાયક છે. આ માત્ર માનવતાનું જ નહીં પણ કુદરતનો ખૂબ જ મોટો અપરાધ કહી શકાય. પોલીસે આવા કેસમાં સતવરે કાર્યવાહી કરવી જોઈએ. જવાબદાર વ્યક્તિઓને શોધી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ. દીકરી જન્મેને ત્યજી દેવામાં આવે તેવા અનેક કિસ્સામાં બન્યા છે પણ પુત્રનો પણ ત્યાગ કરવામાં આવ્યું તેવું પણ બન્યું છે.

લગ્નની વય વધારી તો શું એમાં ફરી વિચારણાલાયક
તાજેતરમાં જ લગ્નની વય વધારીને 21 વર્ષ કરવામાં આવી છે. તો શું ફરી વિચારણાલાયક બાબત છે કે, નાની ઉંમરે પ્રેમ પ્રકરણમાં કોઈ દીકરી માતા બને અને બાળકનો ત્યાગ કરે. ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ બાળકની જવાબદારીઓ સ્વિકારવા તૈયાર થઈ જતાં હોય છે. સરકારીની પણ આવા કેસોમાં અગત્યની ભૂમિકા ચોક્કસથી બને છે. સરકાર આ બાબતમાં શું વિચારણા કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: