Thursday, December 8, 2022

Amraiwadi Election Result 2022 LIVE Updates : અમરાઈવાડી વિધાનસભા બેઠક પર ભાજપના ડો. હસમુખ પટેલની 40 હજારથી વધુ મતથી જીત

Amraiwadi MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: અમરાઈવાડી વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની 40 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલની હાર થઈ છે.

Amraiwadi Election Result 2022 LIVE Updates : અમરાઈવાડી વિધાનસભા બેઠક પર ભાજપના ડો. હસમુખ પટેલની 40 હજારથી વધુ મતથી જીત

અમરાઈવાડી ચૂંટણી પરિણામ 2022 લાઈવ અપડેટ્સ

ગુજરાતની અમરાઈવાડી બેઠકનું પરિણામ 2022 LIVE Updates: ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવઅમરાઈવાડી વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીની 40 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે ડો. હસમુખ પટેલને ટિકિટ આપી અમરાઈવાડીથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 40,59,704ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 4,88,71,027ની જંગમ મિલકત છે. ધર્મેન્દ્ર પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિનય ગુપ્તાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 54,29,647ની જંગમ મિલકત છે. વિનય ગુપ્તાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

રાજકીય સમિકરણ

અમદાવાદ શહેરમાં સમાવેશ થતા અમરાઈવાડી વિધાનસભા મતવિસ્તાર આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારમાં વિવિધ વર્ગ અને સમાજના નાગરિકો વસે છે. ખાસ કરીને દલિત અને પરપ્રાંતિય નાગરિકો ઉપરાંત પાટીદાર અને ઓબીસી મુખ્ય છે. 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. 2017 બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપનો પાતળી સરસાઈ સાથે વિજય થયો હતો. 2012માં પૂર્વ કોર્પોરેટર હસમુખ પટેલનો વિજય થયો હતો. તો 2017ની ચૂંટણીમાં પણ ભાજપે તેમનામાં વિશ્વાસ રાખીને ટિકિટ ફાળવી હતી. જેમાં પક્ષે રાખેલા વિશ્વાસને હસમુખ પટેલે જાળવી રાખ્યો હતો.

જો કે લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડીને જીતવાને કારણે હસમુખ પટેલે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું, અને પેટાચૂંટણી આવતા ભાજપે જગદીશ પટેલને ટિકિટ ફાળવી હતી. જેઓ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સામે પાતળી સરસાઈ સાથે જીત્યા હતાં. પેટાચૂંટણીના પરિણામોને ધ્યાને લઈને ભાજપે અમરાઈવાડી બેઠકના ઉમેદવાર જગદીશ પટેલના બદલે, ડોકટર હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી બાજુ કોંગ્રેસે 2019ની પેટાચૂંટણીમાં સારો દેખાવ કરનાર ધર્મેન્દ્ર પટેલને ફરી મેદાનમાં ઉતાર્યા હતા.

મતદારોનું ગણિત

2017ની ચૂંટણીની સરખામણીએ 2022ની ચૂંટણીમાં અમરાઈવાડી વિસ્તારમાં મતદારોની સંખ્યામાં 25 હજારથી વધુનો વધારો થવા પામ્યો છે. 2017ની ચૂંટણીમાં 2,68,373 મતદારો નોંધાયેલા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં 2,94,297 મતદારો નોંધાયા છે. જેમા 1,56,533 પુરુષ મતદારો અને 1,37,756 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ