અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના બેટી રામપરામાં અલગ અલગ જ્ઞાતિના 555 દિકરા-દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કર્યું છે.આ આયોજનમાં અમને ખુબ સાથ અને સહકાર મળી રહ્યો છે. આ સમુહ લગ્ન ગયા વર્ષે સાકળા મુકામે યોજવામાં આવ્યાં હતા. જ્યાં પણ 555 દિકરા-દિકરીઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા.
જેથી આ વર્ષે ફરી અમે 555 દિકરા દિકરીઓના લગ્નનું આયોજન કર્યું છે. આ લગ્ન આગામી 22 જાન્યુઆરીના યોજાશે. આસમુહ લગ્નમાં ભાવનગર જિલ્લો, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિત કોઈ પણ જિલ્લાના લોકોસમુહલગ્ન માટે નામ લખાવી શકે છે.અમારી અલગ અલગ જિલ્લામાં 17 ઓફિસ છે.જ્યાં તમે નોંધણી કરાવી શકો છો.
વધુમાં તેમને જણાવ્યું હતું કે જે ગામમાં અમારી ઓફિસ ના હોય ત્યાં અમે અમારા સંબંધીઓ દ્વારા અમે ત્યાં ફોર્મ ભરાવી દઈએછીએ.અમારી ગુજરાતમાં હેડ ઓફિસ રાજકોટમાં આવેલી છે.જેથી કોઈ પણ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તોઅમારી હેડ ઓફિસ પર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. અથવા તો મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે.
વિક્રમ સોરાણીએ જણાવ્યું કે હું એક સાધારણ ઘરનો વ્યક્તિ છું. હું નાનો હતો ત્યારે જ્યારે પણ જતો ત્યારે હું સમુહ લગ્નમાં જતોત્યારે જોતો.અને પછાત વર્ગના લોકોનું સપનું હોય છે કે તેની દિકરીની સારી રીતે સાસરે વળાવે.પણ મુળી ન હોવાના કારણે તેઓસારી રીતે દિકરીના લગ્ન કરાવી શકતા નથી.જેથી મે પણ ગરીબ દિકરીઓના લગ્ન કરાવવા અને તેને આમા જોડીને સારી રીતેતેના લગ્ન કરાવુ.આમા અમે જાતિવાદ જોતા નથી.દિકરી દિકરી જ હોય છે.
હું દરેક ધર્મની તેના ધર્મ અનુસાર વિધી કરાવીને તેમના લગ્ન કરાવીએ છીએ.અમે દરેક દિકરીઓ રાજી થાય તે રીતે તેમના લગ્નકરાવીએ છીએ. અમે કરિયાવર પણ ખુબ સારો આપીએ છીએ. જેથી તેના માવતરને પણ વધારે ખર્ચો ના થાય.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Marriage, Rajkot News