Monday, December 26, 2022

દ્વારકાની એક હોટેલના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો; કલ્યાણપુરમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો | Offense of breach of public notice against manager of a hotel in Dwarka; A crime under the Atrocity Act was registered in Kalyanpur

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Offense Of Breach Of Public Notice Against Manager Of A Hotel In Dwarka; A Crime Under The Atrocity Act Was Registered In Kalyanpur

દ્વારકા ખંભાળિયા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કલ્યાણપુરના જામ દેવળીયાના અનુસૂચિત જાતિના વૃદ્ધને અપમાનિત કરવા સબબ પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. દ્વારકાની એક હોટેલના સંચાલક સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઘા મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામની નવી બાબા આંબેડકર સોસાયટી ખાતે રહેતા રાજા પાલા વેગડા નામના 65 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધને ગઈકાલે રવિવારે જાહેર બજારમાં બેઠા હતાં. આ સમયે આ જ વિસ્તારમાં રહેતા લુણા ખીમા માડમ નામના 58 વર્ષના શખ્સે રાજા પાસે આવી અને ત્યાંથી ઉઠી જવાનું કહ્યું હતી. આટલું જ નહીં, આરોપી શખ્સે પગના બુટના બે ઘા મારી ફરિયાદી રાજા વેગડાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ બાબતમાં સમજાવવા વચ્ચે પડેલા એક શખ્સને પણ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં લુણા ખીમા માડમ સામે આઈ.પી.સી. કલમ 323, 504 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા ચલાવી રહ્યા છે.

દ્વારકાની હોટલના મેનેજર સામે ગુનો નોંધાયો
દ્વારકામાં આવેલી બરસાના હોટલના મેનેજર અર્ચન શૈલેષ દવે દ્વારા તેમના દેખરેખ હેઠળની હોટલમાં સરકારના નિયમ મુજબ ગ્રાહકોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવામાં ન આવતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં અર્ચન દવે સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…