Saturday, December 24, 2022

An attempt to introduce India's unique ancient craft-culture face-to-face is our heritage 2022….vnd – News18 Gujarati

Nidhi Dave, Vadodara: વડોદરામાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત સંસ્થા ધરોહર ફાઉન્ડેશન અને ફેર ટ્રેડ ઇન્ડિયા સહયોગથી પ્રાચીન ભારતીય હસ્તકલા- હાથ વણાટનું પ્રદર્શન અને વેચાણ તેમજ કારીગરો સાથેની સ્થળ પર રૂબરૂ મુલાકાત માટે આપણો વારસો-2022નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શન 25 ડિસેમ્બર સુધી સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી અલકાપુરી સ્થિત સ્પેલેટર સ્ટુડિયો ખાતે નિહાળી શકો છો.

ભારતના મૂળમાં સંસ્કાર અને સંસ્કૃતિ, કલા અને કૌશલ્યનું આગવું સ્થાન છે. હાલની ટેકનોલોજીની દુનિયામાં બધું જ આધુનિકરણમાં પરિવર્તિત કરી રહી છે. જે પણ વસ્તુ કે વ્યવસ્થા મેન મેડ હતી તે મશીન મેડ થઈ રહી છે.

આપણો વારસો 2022 એ ચાર દિવસનું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં 25થી વધુ કારીગરો જોડાયેલા છે. આ પ્રદર્શનમાં ખાસ રોગન આર્ટ, બામ્બુ ફર્નિચર, પીઠોરા પેઇટિંગ, બાંધણી, બ્લોક પ્રિન્ટ, વગેરે વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જે આપણા ભારત દેશની ઓળખાણ અને વારસો છે.

આ પ્રદર્શનમાં છત્તીસગઢની ધોકરા આર્ટ, જયપુરની પ્રખ્યાત બ્લ્યુ સિરામિક પોએટ્રી આર્ટ, ઝાડુમાંથી હેન્ડમેડ જ્વેલેરી, પિથોરા આર્ટ, રોગન આર્ટ સહિત વિવિધ સ્ટોલ્સ લગાવાયા છે. આ પ્રદર્શન 25 ડિસેમ્બર સુધી સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી અલકાપુરી સ્થિત સ્પેલેટર સ્ટુડિયો ખાતે નિહાળી શકો છો.

આ પ્રદર્શનમાં મુબંઈ, બેંગ્લોર સહિત ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોની હસ્તકલાની ઝાંખી કરાવતાં 25 સ્ટોલ્સ લગાવવામાં આવ્યાં છે. જે વિશે ધરોહર ફાઉન્ડેશનના ફાઉન્ડર ડિરેક્ટર રણવીર સિસોદિઆએ જણાવ્યું હતું કે, ભારતના મૂળમાં કલા સંસ્કૃતિનું અને કૌશલ્યનું આગવું સ્થાન છે જેની જાળવણી કરવી આપણી ફરજ છે.

હસ્તકલા જગત એટલું વિશાળ છે, જેનાં પર અનેક પરિવારો નભે છે. આ કારીગરોને તેમણે ચીજ – વસ્તુઓનું યોગ્ય મહેનતાણું મળે તે હેતુસર અમે સમયાંતરે આ પ્રકારના એકિઝબિશનનું આયોજન કરીએ છે. જેમાં કારીગરો ખરીદનાર સાથે સીધી ડીલ કરે છે.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Clothes, Local 18, Vadodara

Related Posts: