મહિસાગર (લુણાવાડા)30 મિનિટ પહેલા
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકોમાંથી બે ભાજપ અને એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે મહિસાગરની લુણાવાડા વિધાનસભા બેઠક હાર્યા બાદ પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક દ્વારા આભારદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હજાર રહ્યા હતા. જ્યાં બેઠક પરથી હારેલા ઉમેદવાર જીગ્નેશ સેવકે દંડવત પ્રણામ કરી સર્વે કર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

લુણાવાડા બેઠક માટે આભારદર્શન કર્યક્રમ
રાજ્યમાં યોજાયેલ ચૂંટણીમાં 156 સીટ સાથે ભાજપે શાનદાર જીત મેળવી છે. ત્યારે મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પર જૂનો પંચમહાલ જિલ્લો હતો, ત્યારે બે ટર્મથી પ્રમુખ રહેલા અને મહિસાગર જિલ્લો નવો બન્યા બાદ બે ટર્મથી મહિસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જે.પી. પટેલે ભાજપ પક્ષ છોડી ભાજપ પક્ષના ઉમેદવાર જીગ્નેશ સેવક વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવતા લુણાવાડા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ થયો હતો. લુણાવાડા બેઠક પર ભાજપ અને અપક્ષ બંનેને હરાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે 26 હજારથી વધુ મતોએ શનદાર જીત મેળવી છે. ત્યારે ભાજપ પક્ષના હારેલા ઉમેદવાર જીગ્નેશ સેવક દ્વારા લુણાવાડાના ગોધરા રોડ પર આવેલ એસ.કે.હાઈસ્કૂલ ખાતે લુણાવાડા બેઠક માટે આભારદર્શન કર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મોટી સંખ્યમાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, લુણાવાડાના પૂર્વ બે ધારાસભ્ય કાળુ માલિવાડ, હીરા પટેલ, લુણાવાડા બેઠકના હારેલા ઉમેદવાર જીગ્નેશ સેવક, જિલ્લાના મહામંત્રી રાવજી પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, જેઠાભાઈ વણકર, લુણાવાડા શહેર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ, પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા સહિત મોટી સંખ્યમાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.






