પંચમહાલ (ગોધરા)10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગ્રામ્ય વિસ્તારોની અર્થવ્યવસ્થાઓમાં દરેક મુખ્ય મથકોના ગામોમાં સપ્તાહમાં એક વખત હાટ બજાર ભરાતો હોય છે. એમાં ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનો આ હાટ બજારમાંથી પોતાની પરિસ્થિતિઓ પ્રમાણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે. આ હાટ બજારમાં નજીકના મુખ્ય મથકોમાંથી નાના વ્યાપારીઓ અને ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનો પણ પોતાની આજીવિકાઓ માટે પોતાની પાસે જે હોય તે આ બજારમાં વેચવા માટે બેસતા હોય છે. વર્ષોથી ભરાતા હાટ બજારોમાં મરઘા-બકરા અને અન્ય પશુઓની પણ ખરીદી-વેચાણના સોદાઓ થતા હોય છે.
હાટ બજાર બાબતે સરપંચ દ્વારા નોટીસ
પરંતુ પંચમહાલ જિલ્લામાં ધોધંબા ખાતે દર રવિવારે ભરાતા હાટ બજારમાં કેટલાક અસામાજિક ઈસમો દ્વારા અશાંતિ સર્જાવાના ઇરાદાપૂર્વકના અટકચાળાને લઈને ધોધંબા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રવિવારના ભરાતા હાટ બજારમાં બકરા અને મરધાના વેચાણ માટે કાલોલ, વેજલપુર અને ગોધરાથી આવતા વેપારીઓ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જેથી પંચમહાલ જિલ્લાના નાના વેપારીઓમાં આ મુદ્દો કચવાટની જોવા મળી રહ્યો છે. કારણ કે અસામાજિક ઈસમોના પાપે નિર્દોષ વ્યાપારીઓના ધંધાઓ બંધ થઈ જાય એ યોગ્ય નથી.
ત્રણ ગામના વેપારીએને પ્રવેસવા પર પ્રતિબંધ
ધોધંબા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, ઘોઘંબામાં રવિવારના રોજ ભરાતા હાટમાં આજુબાજુના ગામડાઓમાંથી આવતા પશુપાલકો વ્યક્તિઓ સાથે ઝઘડા અને અશોભનિય વર્તન કરવાના પગલે હાટ બજારમાં અશાંતિ સર્જાય છે. આ પરિસ્થિતિઓ સર્જાવવાની શક્યતાઓને લઈને આ રવિવારી હાટ બજારમાં કાલોલ, વેજલપુર અને ગોધરાથી બકરા અને મરઘાનો વ્યાપાર કરતા વ્યાપારીઓએ આવું નહીં. જે કોઈ આવશે તેઓની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાનો ફરમાન કર્યા છે.