Monday, December 5, 2022

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું ઓછા મતદાન માટે કલેક્ટર અને ટ્રેનિંગ વિનાનો સ્ટાફ જવાબદાર | BJP MLA Yogesh Patel said that collectors and untrained staff are responsible for the low voter turnout

વડોદરા10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા શહેર-જિલ્લામાં આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 63 ટકા આસપાસ મતદાન થયું છે. જેના માટે માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય યોગેશ પટેલે ટ્રેનિંગ વિનાના સ્ટાફ અને કલેક્ટરને જવાબદાર ઠેરવ્યા છે.

ટ્રેનિંગ વિનાના અધિકારીઓ હતા: યોગેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કામાં આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાયું હતું. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં 60 ટકા આસપાસ મતદાન નોંધાયું છે. આ અંગે વડોદરાના ભાજપના ધારાસભ્ય અને માંજલપુરથી ઉમેદવાર યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર મતદાન કરવા માટે જનતા વહેલી સવારથી નિકળી હતી. પરંતુ મતદાન મથકમાં જે અધિકારીઓ હતા તે ટ્રેનિંગ વિનાના હતા. સમય બહુ લગાવતા હતા. મશિનોમાં ખરાબી થતી હતી. જેથી મતદાનની પ્રક્રિયા જે ઝડપથી થવી જોઇએ તે ન્હોતી થતી. બીજું કે મતદારોને મોબાઇલ લઇને મતદાન મથકમાં ન્હોતા જવામાં દેવામાં આવતા જેથી મતદાર ફોન મુકે ક્યાં? જેથી ઘણા મતદારો પરત ગયા. સાથે જ અવસાન પામેલા લોકો, વિદેશ રહેવા ગયેલા લોકો નામ કમી કરવા માટે અરજી આપે છે તેનો અમલ પણ નથી થતો. જેથી ટકાવારી ઓછી દેખાય છે.

કલેક્ટર માંજલપુરમાં નિકળ્યા જ નથી: યોગેશ પટેલ
યોગશ પટેલે કહ્યું કે, મેં કલેક્ટરને પણ ફોન કર્યો હતો. કલેક્ટર કે ચૂંટણી અધિકારી આજે માંજલપુરમાં નિકળ્યા જ નથી. અધિકારીઓ ટ્રેનિંગ વિનાના હોય છે એટલે મતદાનની ટકાવારી ઓછી દેખાય છે.

ક્યાં કેટલુ મતદાન ટકામાં

  • વડોદરા શહેર-જિલ્લામાં 63.34
  • અકોટામાં 59. 26
  • ડભોઇમાં 71.22
  • કરજણમાં 70.20
  • માંજલપુરમાં 59.50
  • પાદરામાં 71.29
  • રાવપુરામાં 57.69
  • સાવલીમાં 69. 54
  • સયાજીગંજમાં 55.01
  • વડોદરા શહેર બેઠકમાં 58.90
  • વાઘોડિયામાં 67.71

અન્ય સમાચારો પણ છે…

Related Posts: