દ્વારકા ખંભાળિયા32 મિનિટ પહેલા
- કૉપી લિંક

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે ચાર કિમી દૂર એક હોટલ પાસે ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બંને ટ્રક કોઈ કારણોસર સામસામે આવી જતા સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થવા પામી હતી. આ બનાવની જાણ થતા ઈમરજન્સી 108 સ્ટાફને કરવામાં આવતા તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલાને સારવાર અંગેની કામગીરી કરવામાં આવી હતી. સદભાગ્યે મોટી જાનહાની ટાળતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બીજા અકસ્માતમાં નીલગાય ઇજાગ્રસ્ત બની
દ્વારકા-પોરબંદર રોડ પર ગોરિંજા ગામના પાટિયા પાસે તાજેતરમાં પસાર થતી એક મોટરકાર સાથે આ માર્ગ પર નીલગાય નીકળતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નીલગાય ઇજાગ્રસ્ત બની હતી. જે અંગે પશુ સારવાર એમ્બ્યુલન્સ 1962 (કોરાડા)ને જાણ કરવામાં આવતા તેમના સ્ટાફના ડોક્ટર રિશી ભાસ્કર તેમજ પાયલોટ પરેશભાઈ કરંગીયા તાકીદે પહોંચી ગયા હતા. નીલગાયને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં આ અંગે ફોરેસ્ટ વિભાગને પણ જરૂરી જાણ કરવામાં આવી હતી.

