Saturday, December 3, 2022

ગરીબોને ધાબળા વિતરણ કરાયું, દિવ્યાંગ દિકરીને ભોજન કરાવ્યું | Blankets were distributed to the poor, food was given to the disabled children

જૂનાગઢ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રોટરી ક્લબના પ્રમુખની જન્મ દિવસે સેવાકીય પ્રવૃતિ

જૂનાગઢ શહેરમાં અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ જૂનાગઢના પ્રમુખના જન્મ દિવસની અનેક સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરાઇ હતી.આ અંગે સંસ્થાના પ્રમુખ હિતેશ ગજ્જરે કહ્યું હતું કે, હોટેલોમાં પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવાના બદલે જરૂરિયાતમંદોને ઉપયોગી થાવ અને તેના ચહેરાપર ખુશી લાવો એજ સાચી જન્મ દિવસની ઉજવણી છે.

ત્યારે મારા જન્મ દિવસે ભવનાથમાં જઇ જરૂરિયાતમંદ પરિવારોને ફ્રિ ધાબળાનું વિતરણ કર્યું હતું જેથી શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળી રહે. સાથે મોતીબાગ પાસે અભિયાન કરી 250થી વધુ લોકોને મતદાન કરવા જાગૃત કરાયા હતા. જ્યારે માખીયાળાની વિકલાંગ દિકરીની સંંસ્થા સાંત્વનમાં જઇ 40 દિકરીઓને ભોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સેહુલભાઇ કિકાણી, વિજય સોજીત્રા, વિમ્પલ વઘાસીયા, અશ્વિન રાજા, બીપીન કણસાગરા, મનિષ મયાણી, કેતનભાઇ દોશી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: