Header Ads

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત, કયા કન્ટેન્ટ હોય તો રહે છે જોખમ?

Uzbekistan Death Due To Cough Syrup: કફ સિરપ પીવાથી મૃત્યુ થવાની ઘટનાઓ વધી રહી છે. થોડા મહિના અગાઉ  ગેમ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા. ગેમ્બિયા સરકારે આ માટે ભારતમાં બનેલી 4 કફ સિરપને જવાબદાર ઠેરવી હતી. ત્યાર પછી જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ સીરપના ઉપયોગને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. જો કે, આ પછી, આ ચાર સીરપનું ભારતમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે ગુણવત્તામાં યોગ્ય હોવાનું જણાયું હતું.

આ ઘટના બાદ હવે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉઝબેકિસ્તાનની સરકારે આરોપ લગાવ્યો છે કે ભારતમાં બનેલ કફ સિરપ DOK-1 MAX પીવાથી તેમના દેશમાં 18 બાળકોના મોત થયા છે

હાલ બનેલી ઘટનાની કફ સિરપ નોઈડાની મેરિયન બાયોટેકમાં બનાવવામાં આવી હતી. ઉઝબેકિસ્તાન સરકારે કહ્યું છે કે નોઈડાની કંપનીમાં બનેલા કફ સિરપમાં ઈથિલિન ગ્લાયકોલની માત્રા ઘણી વધારે હતી, જેના કારણે બાળકોના મોત થયા હતા. આ મુદ્દે  ભારત સરકારે કહ્યું છે કે આ સીરપની તપાસ કરવામાં આવશે. જો કોઈ ખામી જણાશે તો કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.

હવે એ જાણવું જરૂરી છે કે આ ઇથિલિન ગ્લાયકોલ શું છે અને કફ સિરપમાં શા માટે વપરાય છે? આ સવાલોના જવાબ જાણવા માટે TV9 ન્યૂઝ દ્વારા એક હેલ્થ એક્સપર્ટ સાથે વાત કરવામાં આવી હતી.

ઇથિલિન ગ્લાયકોલ શું છે

રાજીવ ગાંધી હોસ્પિટલના ડૉ. અજીત કુમાર જણાવે છે કે ઇથિલિન ગ્લાયકોલ એક પ્રકારનું કાર્બન સંયોજન છે. તેનો ઉપયોગ કફ સિરપને સ્વીટબનાવવા માટે થાય છે. પરંતુ તેની માત્રાનું ધ્યાન રાખવું પડશે. જો કફ સિરપ આ દ્રવ્ય વધુ પડતું હોય તો કિડની ફેલ થવાનું જોખમ રહે છે. જેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે. જો કે તે જરૂરી નથી કે તમામ સીરપમાં ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવામાં આવે. પરંતુ કેટલાક સિરપ એવા છે જેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓવરડોઝથી મૃત્યુ થઈ શકે છે

ડૉ. કુમાર કહે છે કે કફ સિરપ DOK-1 MAX પીવાથી બાળકોના મોત થયા છે, પરંતુ એ જરૂરી નથી કે આ કફ સિરપમાં કોઈ ખતરનાક પદાર્થ હશે. કારણ કે કેટલીકવાર સામાન્ય દવાના ઓવરડોઝને કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. શક્ય છે કે ઉઝબેકિસ્તાનમાં બાળકોએ કફ સિરપનો ઓવરડોઝ લીધો હોય, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હોય. એટલા માટે એ કહેવું યોગ્ય નથી કે ભારતની કંપનીમાં બનતું કફ સિરપ ખરાબ છે. હાલ તે તપાસનો વિષય છે.

ડૉક્ટરની સલાહ વિના સિરપ ન લો

ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો મેડિકલ સ્ટોર પર જઈને જાતે જ કફ સિરપ લાવે છે. પરંતુ આવું ન કરવું જોઈએ. તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. તેનાથી બાળકોમાં વધુ આડઅસર થઈ શકે છે. તેથી, જો ખાંસી અથવા શરદીની ફરિયાદ હોય, તો પહેલા ડૉક્ટરની સલાહ લો અને પછી જ કોઈપણ દવાનું અથવા કફ સિરપનું સેવન કરો.

Published by:Mayur Solanki

First published:

Powered by Blogger.