Header Ads

મેઘરજમાં તંત્રની બેદરકારીના કારણે પંચવટી સોસાયટીના નાકે મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, હજારો લીટર પાણીના વ્યય | System negligence in Meghraj led to rupture of main drinking water pipeline near Panchvati society, loss of thousands of liters of water

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • System Negligence In Meghraj Led To Rupture Of Main Drinking Water Pipeline Near Panchvati Society, Loss Of Thousands Of Liters Of Water

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

કોઈપણ શહેર હોય કે ગામડું વિકાસના કામો કરવા માટે રસ્તાનું ખોદકામ કરવું એ જરૂરી છે. પણ આ ખોદકામ દરમિયાન આવશ્યક જાહેર મિલકતોને નુકશાન ના થાય એ પણ ખાસ જરૂરી છે. ત્યારે મેઘરજ નગરમાં વિકાસ પથના કામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.

મેઘરજ નગરમાં હાલ વિકાસ પથનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામમાં વચ્ચે આવતા વિજપોલ પણ હટાવવા પડે એમ છે. જેથી વિજપોલ નાખવા માટે મોટા ખાડા ખોદવા પડ્યા છે. ત્યારે આ કામગીરી દરમિયાન મેઘરજ નગરમાં પંચવટી સોસાયટી આગળની પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો છે અને મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા પંચવટી સોસાયટીના નાકે આવેલી દુકાનોના પાછળમાં ભાગથી પાણી દુકાનોમાં ઘુસે એવી સ્થિતિ પેદા થઈ છે. ત્યારે યુજીવીસીએસલ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વ્યય થયો છે અને રહીશોને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.