Friday, December 30, 2022

ગોરખ ધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ

રાજકોટ: રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા હોટેલ હિલ સ્ટોનમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હોટલમાં ચાલતા લોહીના વેપાર અંગે મહિલા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહિલા પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. આ સાથે પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા માટે આરોપીઓને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

ગોરખ ધંધાની ખાનગી રાહે બાતમી મળી હતી

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મહિલા પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ ઝણકાતે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા પોલીસ સ્ટેશનના સી ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રજપૂતપરા મેઈન રોડ પર આવેલ હોટલ હિલ સ્ટોનમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જેની બાતમી મળતાની સાથે રેડ કરતા હોટલ ખાતેથી દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલી ચાર મહિલાઓ તેમજ ચાર પુરુષોની ધરપકડ કરી લેવામાં આવી છે.આ પણ વાંચો: પીએસઆઈને તેની પત્નીની પિતરાઈ બહેન સાથે થઈ ગયું ઇલું ઇલું

પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

મહિલાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગૌરાંગભાઈ શૈલેષભાઈ મહેતા, પ્રકાશભાઈ ઉર્ફે જોની જેંતીલાલ જીવરાજાણી તેમજ દુર્ગેશભાઈ જગદીશભાઈ ખેમાણી નામની વ્યક્તિ ચારેય મહિલાઓને બહારથી બોલાવી હોટલમાં અંદર રાખી ગ્રાહકોને બોલાવી તેમની પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા. ગ્રાહકો પાસેથી ₹2000 ઉઘરાવી મહિલાઓને પ્રતિ ગ્રાહક ₹1,000 આપતા હતા. ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ સિવાય અન્ય એક ગ્રાહક પણ મળી આવતા તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કાલુસિંગ વિશ્વકર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઈમમાંથી આવ્યા હોવાનું કહી ઠગો ગાડી સહિત પૈસા લઈ ફરાર

હોટલ સંચાલક સહિત ચાર વ્યક્તિઓ ઝડપાયા

મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી હોટલ હીલ સ્ટોન ખાતે તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પડેલ દરોડામાં હોટલ સંચાલક સહિત ચાર વ્યક્તિઓ ઝડપાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન પાછળ અનેક હોટલોની અંદર આ પ્રકારના ગોરખ ધંધા ચાલતા હોવાની વાતોથી જોરશોર ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં મહિલા પોલીસની ટીમ અન્ય હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરી દેહ વ્યાપારના ધંધાઓનો વધુ પર્દાફાશ કરે તે જરૂરી છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Rajkot News, Rajkot police, ગુજરાત

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.