મહિસાગરમાં કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રીની અધ્યક્ષ સ્થાને બેઠક | A meeting chaired by the Cabinet Education Minister at the Collector's office in Mahisagar

મહિસાગર (લુણાવાડા)22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહિસાગર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેર ડીંડોરની ઉપસ્થિતમાં શુભેચ્છા મુલાકાત અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ બેઠકમાં કેબિનેટ મંત્રી ડો.કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી બધું કામ ઓનલાઈન માધ્યમ થકી થવું જોઈએ. આયુષ્યમાંન કાર્ડમાં રકમ પાંચ લાખથી વધારીને દસ લાખ થઈ ગઈ છે. ઘણા લોકો પાસે આયુષ્યમાંન કાર્ડ નથી, તેથી તે બાબતે લોકોમાં જાગૃતતા ફેલાય અને જે લોકો પાસે આયુષ્યમાંન કાર્ડ નથી તે લોકો કઢાવે તે બાબતે અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

વધુમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, સરકારી ઑફિસમાં, સ્કૂલમાં અને આંગણવાડી જેવી દરેક જગ્યાઓ પર સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે. કોઈ પણ વ્યક્તિ જે તે જગ્યાએ ગંદગી ન કરે તેની તકેદારી રાખવી. મહિસાગર જિલ્લો ઉત્તમ જિલ્લો છે, આમ છતા નાના-મોટા પ્રશ્નનો યોગ્ય સમયે નિકાલ કરવો જરૂરી છે. જિલ્લામાં ચાલી રહેલ દરેક યોજનાઓ લાભથી કોઈ વંચિત ન રહી જાય તે આવશ્યક છે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર સી.વી.લટા, પ્રાંત અધિકારીઓ, ડી.વાય.એસ.પી., પ્રાયોજના વહીવટદાર, આયોજન અધિકારી, ખેતીવાડી અધિકારી, સહાયક માહિતી નિયામક સહિત દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post