પ્રમુખ સ્વામી સાથેના સંસ્મરણો વાગોળ્યા
પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આપણા દેશની સંસ્કૃતિનો સમન્વય અહીં જોવા મળે છે. મને જીવનમાં 4-5 વખત પ્રમુખ સ્વામીના દર્શન કરવાનો મોકો મળ્યો છે. તેમને એકવાર ભાજપ અને RSSની શિબિરમાં સાંભળ્યા હતા. લંડનમાં મંદિર નિર્માણનો નિર્ણય થયો તેવી વાત કરી ત્યારે ત્યાંના લોકો મંદિર નિર્માણ માટે મંજૂરી આપતા નહોતા, પ્રમુખ સ્વામી ત્યાંના સત્તાધીશોને મળ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજની વાતોથી પ્રભાવિત થઈને અનેક મંદિર નિર્માણ માટે મંજૂરી આપી હતી.આ પણ વાંચોઃ સેનામાં લેફ્ટનન્ટ કર્નલ પરિવાર સાથે સેવામાં જોડાયાની અનોખી કહાની
‘દેશ-વિદેશના લોકોએ આયોજનનો અભ્યાસ કરવો’
તેમણે ઉમેર્યુ હતુ કે, આ કાર્યમાં 80 હજારથી વધુ સ્વયં સેવકો કામકાજ મૂકીને ખભે ખભા મિલાવીને કાર્યમાં જોડાયા છે. દેશ અને વિદેશના લોકો આ પ્રસંગથી પ્રેરણા લેશે. આ આયોજન વિચારવું અને તેને અમલમાં મૂકવું એ જ મોટી વાત છે. દેશ-વિદેશના લોકોએ અહીં આવીને આયોજનનો અભ્યાસ કરવો જોઈએ. 1 મહિનામાં જ એવું આયોજન કર્યુ છે કે, વર્ષો-સદીઓ સુધી કામ આવે.
આ પણ વાંચોઃ શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનો કડક અમલ
કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા?
સી.આર. પાટીલ સિવાય આજના દિવસે અનેક મહાનુભાવોએ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લીધી હતી. જેમાં જાણીતા સાહિત્ય કલાકારો અને રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સ્વામી નગરમાં સંપ્રદાય દ્વારા ઊભી કરવામાં આવેલી જુદી જુદી જાતિઓનું નિરીક્ષણ પણ આ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ પ્રમુખ સ્વામી નગરમાં દિવસના 1 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BAPS, BAPS Article, BAPS Swaminarayan, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav